- 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી
- બાંગ્લાદેશમાં 50 હજાર ટન ડુંગળીની નિકાસ કરી શકાશે
- કિસાન સંઘે સરકારના નિર્ણયને આવકાર્યો
ડુંગળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે. તેમજ અમિત શાહની અધ્યક્ષતામાં રચાયેલી કમિટીએ નિર્ણય કર્યો છે. તેમાં 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે.
બાંગ્લાદેશમાં 50 હજાર ટન ડુંગળીની નિકાસ કરી શકાશે
બાંગ્લાદેશમાં 50 હજાર ટન ડુંગળીની નિકાસ કરી શકાશે. તેમાં ગુજરાત સહિત દેશભરના ખેડૂતોને ફાયદો થશે. તેમજ કિસાન સંઘે સરકારના નિર્ણયને આવકાર્યો છે. તથા પાલ આંબલિયાએ નિર્ણયને મોડો ગણાવ્યો છે. અગાઉ ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. તો બીજી તરફ માર્કેટયાર્ડમાં ડુંગળીનાં ભાવ મુદ્દે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. તેમજ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી. ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી
કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોનાં હિતમાં નિર્ણય કરતા આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી હતી. દેશમાંથી ડુંગળીની નિકાસ માટે પ્રતિબંધ મુકાતાં ખેડૂતો અને ગ્રાહકો પરેશાન બન્યા હતા. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધને લઈ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ત્યારે સરકારના આ નિર્ણયથી ખેડૂતોને રાહત મળી છે.









