વડોદરામાં રફતારના રાક્ષસ રક્ષિત કાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં અકસ્માત સમયે કારની સ્પીડ 130 હોવાનું સામે આવ્યું છે.

[[$googlead]]
વોક્સ વેગન કંપનીએ પોલીસ રિપોર્ટ આપ્યો છે તેમાં આ માહિતી સામે આવી કે અકસ્માત સમયે કારની સ્પીડ 130 હતી અને તેના કારણે કારમાં રહેલી એરબેગ પણ ખુલી ગઈ હતી,3 દિવસ કારનો ડેટા તપાસ્યો અને તેમાં આ માહિતી સામે આવી છે.

13 માર્ચે બની હતી ઘટના
વડોદરામાં 13 માર્ચ, 2025ના રોજ હોળીની રાત્રે નશો કરી પૂરપાટ ઝડપે કાર દોડાવી રક્ષિત ચૌરસિયાએ આમ્રપાલી રોડ પાસે 8 લોકોને ઉડાવ્યા હતા. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે 7ને ઈજા થઈ હતી. ઘટના બની ત્યારે કારચાલક રક્ષિત ચૌરસિયા સાથે આગળની સીટ પર બેઠેલો તેનો મિત્ર પ્રાંશુ ચૌહાણ તેનો કોઈ વાંક નથી કહી ભાગી ગયો હતો. અકસ્માત કર્યા પછી પણ રક્ષિતે અનધર રાઉન્ડ એવી બૂમો પાડી હતી. પોલીસે આરોપી કારચાલક રક્ષિત રવિશ ચૌરસિયાની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો.

આ અકસ્માત કેસમાં 3 પોલીસકર્મીઓની બદલી પણ કરી નાખી
વડોદરા શહેરમાં તાજેતરમાં બનેલા હિટ એન્ડ રનના રક્ષિત કાંડ કેસમાં પોલીસ કમિશનર દ્વારા આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે. આ ઘટનામાં કારેલીબાગ પોલીસ મથકના 3 ASIની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી હતો.હિટ એન્ડ રનનો અકસ્માત સર્જાયા બાદ પોલીસે આરોપીની અટકાયત કરી હતી. જો કે, આરોપીએ પોલીસ કસ્ટડીમાં હોવા છતાં મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ બાબતને પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે ગંભીર ગણી છે અને તેને ગેરશિસ્ત ભરેલી કામગીરી તરીકે નોંધવામાં આવી છે. પોલીસ કમિશનરે આ ઘટનાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી અને ફરજમાં બેદરકારી દાખવવા બદલ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 3 ASIની ટ્રાફિક શાખામાં બદલી કરવાનો આદેશ કર્યો હતો.
  • Follow us on: