બનાસકાંઠાના ડીસામાં અગ્નિકાંડમાં ખુલાસો થયો છે,જેમાં આરોપી દિપક સાબરકાંઠાના હમીરગઢમાં ફટાકતા વેચતો હતો આરોપી દિપકે ઘણા વેપારીઓ સાથે પણ છેતરપિંડી કરી હોવાની વાત સામે આવી છે,ગોડાઉનના વેપારી સામે નોંધાયા છે અનેક ગુના,આરોપીએ હોલસેલ અને છૂટક ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓ સાથે છેતરપિંડી કરી છે.


[[$googlead]]

દિપક સાબકાંઠાના હમીરગઢમાં ફટાકડા વેચતો હતો

હમીરગઢના ગોડાઉનમાં દિપકના પાર્ટનરનું નિવેદન સામે આવ્યું છે,જેમાં પાર્ટનરનું કહેવું છે કે,આરોપી દિપકે ઘણા લોકો સાથે છેતરપિંડી કરી છે,દિપકને તેના પિતા સાથે બનતું ન હતુ જેના કારણે તે સાબરકાંઠા આવ્યો હતો,સાબરકાંઠા જિલ્લામા પણ લોકો ઉઘરાણી માટે આવ્યા હતા,તો લોકો સાબરકાંઠા ઉઘરાણી માટે આવ્યા તો તેણે સાબરકાંઠા છોડી દીધુ હતુ.આરોપીએ ગાંભોઈ નજીક આવેલા રૂપાલ ગામ પાસે મોટા પ્રમાણમાં ફટાકડાનું વેચાણ કરવામાં માટે પરમિશન માગી હતી.

[[$alsoread]]

જાણો કેવી રીતે થયો બ્લાસ્ટ

ફેક્ટરીમાં મજૂરો ફટાકડા બનાવી રહ્યા હતા. તે સમય દરમિયાન ફટકડા બનાવવાનું જે દારુખાનું આવે છે તેમાં નાનું એવું સ્પાર્ક થયું આ સ્પાર્કના કારણે અંદર પડેલું ફટાકડાનો દારૂગોળો બનાવવાનું બોઈલર ફાટ્યું અને મોટો ધડાકો થયો. જેના કારણે 21 મજૂરોનાં મોત થયા.સમગ્ર ઘટનામાં પોલીસે ડીસાની ફેકટરીમાં જઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે,પોલીસ પંચનામુ કરવા માટે ઘટનાસ્થળે પહોંચી છે તો ઘટનાસ્થળે જતા મીડિયાને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે,21 લોકોના મોત છતા પોલીસ તપાસના શંકાના દાયરામાં જોવા મળી રહી છે,અગાઉ SP પણ આપી ચૂક્યા છે વિવાદિત નિવેદન તો મોત બ્લાસ્ટથી નહીં,પોલીસ મુદામાલને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.


  • Follow us on: