બીઝેડ ગ્રૂપના કરોડના કૌંભાંડમાં મોટો ખુલાસો સામે આવ્યો છે જેમા 62 શિક્ષકોના નામ CID ક્રાઈમની તપાસમાં ખૂલ્યાં છે સાથે સાથે 62 શિક્ષકોના નામ ખૂલતા શિક્ષણ વિભાગ હડકંપ આવ્યો છે,માયાજાળમાં 62 શિક્ષકોનું રોકાણ હોવાનું સામે આવ્યું છે સાથે સાથે ઝાલાની વિવિધ સ્કીમમાં શિક્ષકોએ પણ રોકાણ કરાવ્યું હોવાની માહિતી સીઆઈડી ક્રાઈમને મળી છે,ઝાલાની પૂછપરછમાં શિક્ષકોના મોટાપાયે રોકાણનો ખુલાસો થયો હોવાની વાત સામે આવી છે જેમા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પણ ચાલી રહી છે તપાસ.


[[$googlead]]

શિક્ષણ વિભાગ પાસે 4 શિક્ષકના રોકાણની ખુલી વિગત

હવે સીઆઈડી ક્રાઇમની તપાસમાં 62 શિક્ષકોના નામ ખુલતા શિક્ષણ વિભાગ હડકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે,મહાઠગની માયાજાળમાં 62 શિક્ષકોનું રોકાણ હોવાનું સામે આવ્યું છે જેમાં સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાંથી 62 શિક્ષકો દ્વારા ભુપેન્દ્ર ઝાલા ની વિવિધ સ્ક્રિમ અંતર્ગત રોકાણ કરવામાં આવ્યું છે.ભુપેન્દ્ર ઝાલાના રિમાન્ડ દરમિયાન શિક્ષકોના મોટાપાયે રોકાણનો થયો ખુલાસો થયો છે.શિક્ષકો બધા પાસે રોકાણ કરાવતા હોવાની વાત સામે આવી છે.

[[$alsoread]]

મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં મોટા ખુલાસા

ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે જેમાં 7 બેંકોના ખાતાઓમાં નાણાંની હેરાફેરીની વિગતો ખુલી છે.BZમાં મોટું રોકાણ કરનાર અને રોકાણકારોના નામ ખૂલ્યાં છે.એક કરોડથી વધુ રકમના રોકાણકારોના નામ ખૂલ્યાં છે,આરોપી ભૂપેન્દ્રસિંહ મોટા રોકાણકારો સાથે ઘરોબો રાખતો હતો અને ભૂપેન્દ્રસિંહના મોબાઇલથી પોલીસને મળી શકે છે વધુ પૂરાવા તો પોલીસે ખાતાઓમાં જમા થયેલા નાણાં, વ્યવહારોની વિગતો મંગાઈ છે.

ભૂપેન્દ્રસિંહ ઝાલાા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે

રાજ્યમાં 6000 કરોડના કૌભાંડ BZ ગ્રૃપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાના CID ક્રાઇમે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જે સ્પેશ્યલ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સ્પેશ્યલ કોર્ટે શનિવાર સાંજ સુધીના રિમાન્ડ આપ્યા છે. BZ ગ્રૃપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાની 6 હજાર કરોડના કૌભાંડ અંગે પૂછપરછ થશે. પૂછપરછમાં અનેક ખુલાસા બહાર આવે તેવી શક્યતા છે.રાજ્યમાં લોકોને વધુ વળતરની લાલચ આપીને પોંઝી સ્કીમોમાં રોકાણ કરાવી રૂ. 6 હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી.


  • Follow us on: