દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ હર્ષદ નજીક દરીયા કિનારે ભીડભંજન મહાદેવની શિવલિંગ ચોરી અંગે મહત્વપૂર્ણ ભેદ ઉકેલતી દ્વારકા જિલ્લા પોલીસ.હિંમતનગર તાલુકાના મેડી ટીંબી ગામેથી ત્રણ મહિલા સહિત 11 શખ્સો સામે પોલીસે કાર્યવાહી હાથધરી.જેમાં 8 આરોપીઓને પકડી પાડી ત્રણ મહિલાઓ સામે પકડવાની કાર્યવાહી હાથધરી છે.


[[$googlead]]

આરોપીની ભત્રીજીને સ્વપ્ન આવતા શિવલિંગની કરી ચોરી

તારીખ 25 ફેબ્રુઆરીના રોજ યાત્રાધામ હર્ષદ (ગાંધવી) નજીક દરિયા કાઠે આવેલ ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિર માંથી શિવલિંગ ચોરાયાનો ભેદ ઉકેલાઇ ગયો છે ચોરાયેલ શિવલિંગ અંગે ત્રણ મહિલા સહિત અગિયાર આરોપીઓની વિગતો બહાર આવી છે. તે મુજબ થોડા દિવસો પહેલા આરોપી મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણાની ભત્રીજીને સપનું આવેલ કે હર્ષદ દરિયાકાંઠે આવેલ ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરના શિવલિંગની પોતાના ઘેર સ્થાપના કરશો તો ખૂબ જ પ્રગતિ અને ફાયદો થશે.

[[$alsoread]]

કુલ 11 આરોપીઓએ ચોરીને આપ્યો અંજામ

જે સ્વપ્નના આધારે આરોપીઓ જેમાં ત્રણ મહિલાઓએ મળીને કાવતરૂ રચી બે વાહનોમાં આવી હર્ષદ ખાતે રોકાયેલ અને રેકી કર્યા બાદ દરિયાકાંઠે આવેલ ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરની શિવલિંગને સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના મેડીટીંબા ગામે લઇ જઇ પોતાના ઘરમાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી પોલીસે તમામ આરોપીઓને ઝડપી લઇ ધોરણસરની કામગીરી હાથધરી છે.શિવલિંગ ચોરાયાના ચકચારી બનાવ બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા બે ડીવાયએસપીના વડપણમાં એલ.સી.બી., એસ.ઓ.જી. અને સ્થાનીક પોલીસની સીટ બનાવી સઘન અને સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ તથા હ્યુમન રીસોર્સીઝના ઉપયોગથી આરોપીઓ સુધી પહોંચવા કડી મેળવી મહિલા સહિત 11 આરોપીઓમાંથી 8 પુરુષ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

  • Follow us on: