• PI નિલેશ ગોસ્વામી અને વચેટિયાએ તોડ કર્યો
  • બુટલેગર હુસૈન સાથેનો નાણાંકીય વ્યવહાર મળ્યો
  • વચેટિયાના મોબાઈલમાંથી અનેક નાણાંકીય રેકોર્ડ મળ્યા

5 જાન્યુઆરી 2023એ ઉના પોલીસ સ્ટેશન ચેક પોસ્ટ પર ACBએ ટ્રેપ કરી હતી,નાણાંની માંગણી થતા PIને ACBની રેડની ગંધ આવી જતાં સ્થળ છોડી ફરાર થઈ ગયા હતા,તો PI સાથે કામ કરતો વચેટીયો નિલેશ તડવી કે જેની ACBએ ધરપકડ કરી પૂછપરછ હાથધરી હતી,તો કઈ રીતે તોડ કરતા તેની સમગ્ર વિગત તપાસ દરમિયાન સામે આવી છે,વચેટિયાના મોબાઈલ ફોન ચેકીંગ દરમિયાન અનેક નાણાંકીય રેકોર્ડ મળી આવ્યા છે.મુસાફરો પાસેથી પણ PI અને એમના વચેટિયા નાણાં પડાવતા હતા,રોકડ નાણાં ન હોય તો મુસાફરોને નજીકના ATMમાં લઇ જઇને નાણાં લેવામાં આવતા હતા,તો બીજી તરફ PI નિલેશ ગોસ્વામીએ આગોતરા જામીન અરજી કરી હતી જે ફગવવામાં આવી છે,કોર્ટે PIના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે,100 થી વધુ લોકો સાથે આજ રીતે રૂપિયા ખંખેરવામાં આવ્યા હોવાની વાત તપાસ દરમિયાન સામે આવી.

શું હતો આરોપ

[[$googlead]]

ઉના પોલીસ પર રૂપિયા પડાવવાને લઈ આક્ષેપો થયા હતા.ગીર સોમનાથ જિલ્લાની પોલીસ પ્રવાસીઓ પાસેથી ખોટી રીતે તોડપાણી કરતી હોવાનો પર્દાફાશ થયો હતો. ઉના પોલીસના તોડકાંડનો વીડિયો સોશિયલ મીડિયોમાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં પ્રવાસીઓ સાથે પોલીસ તોડ કરતી હોવાના દ્રશ્યો જોવા મળ્યાં હતા.તો ACBની રેડ થતા PI ભૂગર્ભમાં ઉતરી ગયા હતા,તો લાંબા સમય બાદ રાજકોટમાં સરેન્ડર થતા તેમની ધરપકડ કરાઈ હતી,ACBએ પણ પૂછપરછ હાથધરી હતી,તેમાં સામે આવ્યુ કે 50 કરતા વધુ લોકો સાથે તોડ કર્યા છે,આ તોડમાં PIના ખાનગી માણસો ઉઘરાણી કરીને રૂપિયા ભેગા કરતા હતા,અને સમયાંતરે એ રૂપિયાનો હિસાબ કરવામાં આવતો હતો.

[[$alsoread]]

ACBની કામગીરી અને ફરિયાદ

ગીર સોમનાથ ACB કચેરીનો સ્ટાફ સાંજે 7 વાગ્યે ૩ ખાનગી કારમાં ઊનાની અહેમદપુર માંડવી પોલીસ ચેકપોસ્ટ પર ત્રાટક્યો હતો અને પોલીસ વતી લાંચ લેતા વહીવટદારને દબોચી લીધો હતો. ACB રેડનો ખ્યાલ આવી જતાં જ ફરજ પરના પોલીસમેન, જીઆરડી સ્ટાફ સહિતના અન્ય લોકો નાસી છૂટ્યા હતા. તેઓએ પોતાના મોબાઇલ પણ સ્વીચ ઓફ કરી દીધા હતા. રેડને પગલે ઊના પોલીસ મથકના તાબા હેઠળ આવતી અહેમદપુર માંડવી ચેક પોસ્ટ પર અફડા તફડી મચી ગઇ હતી. ઉના પોલીસના તોડકાંડનો વીડિયો સોશલ મીડિયોમાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં પ્રવાસીઓ સાથે પોલીસ તોડ કરતી હોવાના દ્રશ્યો જોવા મળ્યો હતા,મહત્વની વાત એ છે કે,દીવથી આવેલા પ્રવાસીઓનો દારૂનો કેસ કરવાની ધમકીથી તોડ કરવામાં આવતાો હતો.


  • Follow us on: