• ક્રિષ્ના અમીન સોલંકી નામનો બાળક હજી ગુમ
  • ધોરણ બે માં અભ્યાસ કરતો ક્રિષ્ના સોલંકી ગુમ
  • બાળકના દાદીએ તળાવ પર પહોંચી કરી રજૂઆત

હરણી તળાવ દુર્ઘટના મુદ્દે મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં વધુ એક બાળક ગુમ હોવાનો પરિવારનો દાવો છે. તેમાં ક્રિષ્ના અમીન સોલંકી નામનો બાળક હજી ગુમ છે. ધોરણ બે માં અભ્યાસ કરતો ક્રિષ્ના સોલંકી ગુમ થતા બાળકના દાદીએ તળાવ પર પહોંચી રજૂઆત કરી છે.

હરણી તળાવ દુર્ઘટના મામલે નવો એક વાળાંક આવ્યો

[[$googlead]]

હરણી તળાવ દુર્ઘટના મામલે નવો એક વાળાંક આવ્યો છે. જેમાં વધુ એક બાળક ગુમ હોવાનું સામે આવ્યું છે. ધોરણ બે માં અભ્યાસ કરતો ક્રિષ્ના અમીન સોલંકી નામનો બાળક હજી ગુમ છે. ગઈકાલથી બાળક ગુમ હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે હરણી બોટ દુર્ઘટનામાં 3 આરોપીઓની અટકાયત કરાઇ છે. લેક ઝોનના સંચાલક શાંતિલાલ સોલંકીની અટકાયત કરાઇ છે. જેમાં બોટ ઓપરેટર નયન ગોહિલ અને અંકિતની અટકાયત કરાઇ છે. કાયદેસર કાર્યવાહી પૂર્ણ થતાં ધરપકડ કરવામાં આવશે.

[[$alsoread]]

બાળકો ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે

આરોપીઓને શોધવા ક્રાઇમ બ્રાન્ચ સહિત 9 ટીમો કામે લાગી છે. તેમજ વડોદરા ક્રાઈમ બ્રાન્ચના ACPની અધ્યક્ષતામાં તપાસ થશે. આ ઘટનામાં બોટમાં સવાર વિદ્યાર્થીઓ ડૂબ્યા હતા. જેમાં કુલ 15 લોકોના મોત થયા છે. જેમાં 13 બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ છે. બોટમાં 23 બાળકો, 4 શિક્ષકો, 4 બોટવાળા સહિત કુલ 31 લોકો સવાર હતા. મળતી માહિતી અનુસાર, બોટમાં સવાર તમામ બાળકો ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • Follow us on: