- રાજસ્થાન દિલ્હી સહિતના બે રાજ્યોના ત્રણ બાળકોને બચાવાયા
- બાળકોને ઉઠાવી ભીખ મંગાવવાની કામગીરી કરાઈ રહી હતી
- અપહરણ કરાયેલા 3 બાળકો સાથે ભીક્ષુક મહિલા, પુરુષ ઝડપાયા
ગુજરાત અને આંતરરાજ્ય બાળ તસ્કરી કરતી ગેંગનાં 2 સભ્યો દાહોદથી ૩ બાળકો સાથે ઝડપાયા છે. દાહોદ પોલીસે આંતરરાજ્ય હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલા મહિલા અને પુરુષને ત્રણ બાળકો સાથે ઝડપી બાળ તસ્કરીનો નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બાળતસ્કરી ગેંગમાં પકડાયેલા મહિલા અને પુરુષે દિલ્હી, રાજસ્થાન સહિત 3 સ્થળેથી બાળકોની ઉઠાંતરી કરી બાળકો પાસે ભીખ મંગાવવાની વૃતિ કરતા હોવાના ચોકાવનારા ખુલાસા પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યા. જેમાં રાજસ્થાનના શિકર જિલ્લાના રીંગસનો નરેન્દ્રસીંગ માનસિંગ રાવત તેમજ તેની સાથેની મહિલા ગીતા ઉર્ફે નસીમા હજીમાં રહેમાન હ્યુમન ટ્રાફિકિંગ સાથે સંકળાયેલા હોવાથી તેઓ નાના બાળકોની ઉઠાંતરી કરી તેઓની પાસે ભીખ મંગાવવાની વૃત્તિ કરતા હોવાનું સામે આવ્યું છે.

પકડાયેલા દંપતીએ નોર્થ ઇસ્ટમાંથી એક બાળક, અઢી વર્ષ પહેલા દિલ્હી ખાતેથી એક બાળકીની ઉઠાતરી કરી હતી. ત્યારબાદ ઉપરોક્ત મહિલા અને પુરુષે ગત તારીખ 27 જુલાઈના રોજ ભીલવાડા ખાતે રેલ્વે સ્ટેશન ઉપર બાળકીના માતા-પિતાને ચિક્કાર દારૂ પીવડાવીને બાળકીની ઉઠાંતરી કરી ભાગી ગયા હતા. ઉપરોક્ત પકડાયેલા મહિલા અને પુરુષ આ ત્રણેય બાળકોને લઈ જુદા જુદા શહેરોમાં ભીખ માંગવાની વૃત્તિ કરતા હતા. તેઓ ગઈ કાલે દાહોદ ખાતે આવ્યા હતા અને શહેરના વિવિધ વિસ્તારોમાં અપહરણ કરાયેલા બાળકો પાસે ભીખ મંગાવી રહ્યા હતા.
સમગ્ર ઘટનામાં દાહોદ બી-ડીવિઝન પોલીસ મથકનાં ડી.સ્ટાફનાં અયુબ હઠીલાને બાતમી મળી હતી. જેમાં, રાજથાનના ભીલવાડા રેલવે સ્ટેશન બહારથી તા.29/07/2023ના રોજ અપહરણ થનાર 4 વર્ષ ની બાળકી તથા અન્ય બાળકો સાથે એક મહિલા અને એક પુરુષ દાહોદ બસ સ્ટેશન બહાર અપહરણ કરેલ બાળકો સાથે ભીખ માંગતા હોવાની બાતમી મળેલ હતી અને આરોપીઓ દાહોદ છોડી અમદાવાદ ખાતે જવા રવાના થાય તે પહેલા જ રાજસ્થાનની ભીલવાડા પોલીસ દ્વારા જાહેર કરાયેલા સીસીટીવી ફૂટેજ તેમજ દાહોદનાં સીસીટીવી ફૂટેજના આધારે પકડી લીધા હતા. પોલીસે પકડાયેલા ત્રણેય બાળકોના માતા પિતાની શોધખોળ આદરી છે. જેમાં ત્રણ પૈકી બે બાળકોના માતા પિતાની જાણકારી મળી જતા તેમનો સંપર્ક પોલીસ દ્વારા કરાયો છે અને એક બાળકી નોર્થ ઇસ્ટમાંથી અથવા નેપાળની હોવાની આશંકાએ પોલીસે આ મામલે તપાસનો દોર લાંબાવ્યો છે.
દાહોદ પોલીસે બાળકોના માતા-પિતાની શોધખોળ આદરી
ઉલ્લેખનીય છે કે હ્યુમન ટ્રાફિકીંગમાં સંડોવાયેલા આ મહિલા અને પુરુષે આ અગાઉ પાસેના એક બાળક સાથે મધ્યપ્રદેશના રતલામ ખાતેથી ઝડપાયા ગયો હતો અને તેને ચાઈલ્ડ વેલ્ફેરને સોંપવામાં આવ્યો હતો. પરંતુ, ભેજાબાજ ઈસમે બનાવટી ડોક્યુમેન્ટના આધારે આ બાળકને પાછો છોડાવી લીધો હતો. પોલીસે ઉપરોક્ત મહિલા અને પુરુષ કઈ ગેંગ સાથે સંબંધ ધરાવે છે અને આ અગાઉ કયા શહેરોમાંથી કેટલા બાળકોને ઉઠાંતરી કરી છે. સાથે સાથે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોય તે દિશામાં પણ તપાસ આદરી છે. ત્યારે, ત્રણ બાળકોના અપહરણ કરી અને ભીખ મંગાવવાની પ્રવુતિ કરાવનાર મહિલા અને પુરુષ પાસેથી પોલીસે ત્રણેય બાળકોનો કબ્જો લઇ જેમાંથી એક બાળકીને રાજસ્થાન પોલીસને સોંપવામાં આવી હતી અને અન્ય બાળકોના માતા-પિતા વિશે પોલીસે તપાસનો દોર લંબાવી દંપતીને જેલ ભેગા કર્યા છે. ત્યારે, પારકી જનેતાના બાળકોને ઉઠાવી તેમનું અપહરણ કરી રસ્તાઓ ઉપર ભીખ મંગાવવાનો ધંધો કરાવતા ભીક્ષુક પુરુષ અને તેની સાથેની મહિલાને દાહોદ પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ
(1) બજરંગસિંહ ઉર્ફે કરણસિંહ ઉર્ફે નરેન્દ્રસિંહ ઉર્ફે અલ્તાફ દીપસિંગ ઉર્ફે માનસિંહ જાતે રાવત ઉ.વ-30 કામ-ભિક્ષાવૃતિ રહે.મંડોલ .ભીલવાડા હાલ રહે.રીંગસ વોડ નં.10 તા.રીંગસ.સીકર (રાજસ્થાન)
(2) ગીતાબેન ડો/ઓ બાબુલાલ ઠાકુર તે બજરંગસિંહ ઉર્ફે કરણસિંહ ઉર્ફે નરેન્દ્રસિંહ ઉર્ફે અલ્તાફ માનસિંહ રાવતની પત્ની કામ -ભિક્ષાવૃતિ રહે.સરવાડ શરીફ તા.સરવાડ જિલ્લો-કેકડી (રાજથાન)
આવી હતી ગઠિયાઓની મોડેસ ઓપરેન્ડી:
બસસ્ટેસન તથા રેલવે સ્ટેશન ની આસપાસ રહેતા ગરીબ લોકો નાં બાળકો નું અપહરણ કરી બાળકો પાસે રેલવેસ્ટેશન,બસસ્ટેશન,તથા દરગાહ પાસે,સિગ્નલ જેવા સ્થળો એ ભીખ મંગાવતા
અપહરણ કરેલ બાળકો ની વિગત
(1) આજથી 3 વર્ષ પહેલા એક દોઢ માસની બાળકનું દિલ્હી થી અપહરણ
(2) આજથી આશરે ચાર વષ પહેલા એક વષના બાળકનું રાજસ્થાન નાં જોધપુર થી અપહરણ
(3) તારીખ 29/07/2023નાં રોજ ચાર વષની બાળકીનું રાજથાનના ભીલવાડાથી અપહરણ









