• હૈદરાબાદના વેપારીને લલચાવી વરાછા બોલાવ્યો અને લૂંટી લીધો

  • બિટકોઇન કૌભાંડી કિરીટ પાલડિયાને ક્રાઇમ બ્રાન્ચે વેસુમાંથી ઝડપી લીધો
  • નવ કરોડના બિટકોઇન પડાવી લેવાના પ્રકરણમાં પણ કિરીટ પાલડિયા સૂત્રધાર હતો

વરાછા પોલીસ મથકની બિલકુલ સામે આવેલી સેન્ટ્રલ બજારની ઓફિસમાં એક વર્ષ પહેલાં USTD કોઇન ખરીદવા આવેલા હૈદરાબાદના વેપારીના બે કરોડ લૂંટી લેવાના ચકચારી પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર અને બિટકોઇન કૌભાંડી કિરીટ પાલડિયાને ક્રાઇમ બ્રાન્ચે વેસુમાંથી ઝડપી લીધો હતો. બિટકોઇન કૌભાંડી શૈલેષ ભટ્ટનું અપહરણ કરી નવ કરોડના બિટકોઇન પડાવી લેવાના પ્રકરણમાં પણ કિરીટ પાલડિયા સૂત્રધાર હતો. હૈદરાબાદમાં પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ સાથે સંકળાયેલા વિનય નવીન જૈન પાસેથી ચોથી ફેબ્રુઆરી-22ના શુક્રવારે ફિલ્મીઢબે વરાછા પોલીસ મથકની સામે જ આંગડિયા પેઢીમાં બોલાવી લૂંટી લેવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. આ આંગડિયા પેઢીમાં હોબાળો થતાં વરાછા પોલીસને કશું મોટું થયાનો ખ્યાલ આવતાં તેમણે દોડાદોડી કરી મૂકી હતી, પરંતુ ડરી ગયેલો વેપારી કાર લઇને મુંબઇ તરફ જતો રહ્યો હતો.


  • Follow us on: