• સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા ઉમેદવાર
  • અમરેલી બેઠક પરથી ભરત સુતરિયા ઉમેદવાર
  • વડોદરા બેઠક પરથી ડો. હેમાંગ જોશીને અપાઈ ટિકિટ

ગુજરાતમાં ભાજપે ગુજરાતની કુલ 6 સીટ ઉપર નામ જાહેર કર્યા છે જેમાં સૌ કોઈને ચોંકાવી દીધા છે. ચર્ચાતા નામો સાઈડમાં રહી ગયા અને નવા જ નામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં એકમાત્ર જુનાગઢમાં જ રાજેશ ચુડાસમા રીપીટ કરવામાં આવ્યા છે. . જેમાં વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવાર બદલ્યાં છે. જ્યારે જૂનાગઢથી રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે. 

આ સાથે જ મહેસાણામાં હરિ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. તો સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ શિહોરા અને જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને રિપિટ કરવામાં આવ્યા છે. સાબરકાંઠામાં શોભના બારૈયાને ટિકિટ આપી છે. કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા અને નારણ કાછડિયાની ટિકિટ કપાઇ છે. સુરેન્દ્રનગરથી મહેન્દ્ર મુંજપરાના સ્થાને ચંદુભાઇ શિહોરા અને અમરેલીથી નારણ કાછડિયાના સ્થાને ભરત સુતરિયાને મેદાને ઉતારાયા છે. 

વડોદરા બેઠક પર ઉમેદવાર બદલા
નોંધનીય છેકે, વડોદરા બેઠક પર રંજન ભટ્ટના સ્થાને હવે હેમાંગ જોશીને ટિકિટ આપી છે, જ્યારે સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોર બદલે હવે શોભના બારૈયાને ભાજપે ટિકિટ આપી છે.

પાંચમી યાદીમાં કુલ 111 ઉમેદવાર જાહેર

ભારતીય જનતા પાર્ટીએ આજે ​​ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. યાદીમાં કુલ 111 ઉમેદવારોના નામ સામેલ છે. ભાજપે હિમાચલના મંડીથી અભિનેત્રી કંગના રનૌતને ટિકિટ આપી છે. આ વખતે પાર્ટીએ પીલીભીતથી વર્તમાન સાંસદ વરુણ ગાંધી અને ગાઝિયાબાદથી જનરલ વીકે સિંહની ટિકિટ રદ્દ કરી છે.

ભાજપે જાહેર કર્યું ઉમેદવારોનું લિસ્ટ:
  • મહેસાણાથી હરિભાઈ પટેલ
  • સાબરકાંઠાથી શોભનાબેન મહેન્દ્રસિંહ બરૈયા
  • સુરેન્દ્રનગરથી ચંદુભાઈ છગનભાઇ શીરોહા
  • જૂનાગઢથી રાજેશભાઈ ચુડાસમા
  • અમરેલીથી ભરતભાઇ મનુભાઈ સુતરિયા
  • વડોદરાથી ડો.હેમાંગ યોગેશચંદ્ર જોશીને ટિકિટ
  • Follow us on:

[[$googlead]]