• ભાજપે આખરી દિવસે સસ્પેન્સ પરથી પડદો ઉઠાવી દીધો
  • બીજેપીના મયંક નાયક અને જે.પી.નડ્ડા ગુજરાતના ઉમેદવાર
  • જસવંતસિંહ પરમાર અને ગોવિંદ ધોળકિયા પણ ઉમેદવાર

રાજ્યસભાની ચૂંટણી પહેલાં ભાજપે ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારો જાહેર કર્યા છે. ગુજરાતની ચાર બેઠકો પર ભાજપે રાજ્ય સભાના ઉમેદવારોના નામની જાહેરત કરી દીધી છે. આવતીકાલે ઉમેદવારી ભરવાનો આખરી દિવસ હતો ત્યારે ભાજપે સસ્પેન્શ પરથી પડદો ઉઠાવી દીધો છે.

ભાજપે રાજ્યસભાના 4 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

[[$googlead]]

ભાજપે ગુજરાતના રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં, ભાજપના રાષ્ટ્રીય પ્રદેશ અધ્યક્ષ જે. પી નડ્ડી ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર જાહેર થયાં છે તે સાથે સાથે બીજેપી ઓબીસી મોરચાના મયંક નાયક, જસવંતસિંહ પરમાર, અને સુરતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત કરી દીધી છે.  ભાજપે ફરી એક વાર ચારેય નવા ચહેરા ઉતાર્યા છે અને ભાજપે કોઈ ઉમેદવારને રિપિટ કર્યા નથી. આ વરસે મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રુપાલા રાજ્યસભામાં નહીં જાય.

[[$alsoread]]

રાજ્યસભાના ઉમેદવાર મંયક નાયક કોણ છે?

ભાજપે જાહેર કરેલા રાજ્યસભાના ઉમેદવાર મયંક નાયક ભાજપના OBC સેલના અધ્યક્ષ છે અને અત્યારે મયંક નાયક ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી છે. તેમજ મયંક નાયક પાટણ જિલ્લાના પ્રભારી રહી ચૂક્યાં છે. મયંક નાયક ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરોમાંના એક છે. 

રાજ્યસભાના ઉમેદવાર ગોવિંદ ધોળકિયા

ભાજપે જાહેર કરેલા રાજ્યસભાના ઉમેદવાર ગોવિંદ ધોળકિયા ડાયમંડ વેપારી છે. જ્યારે ગોવિંદ ધોળકિયાએ રામ મંદિરમાં મોટુ દાન આપ્યું હતું અને સામાજિક કાર્યો સાથે પણ સંકળાયેલા છે. ભાજપે ગોવિંદ ધોળકિયાને રિટર્ન ગિફ્ટ આપી છે.

  • Follow us on: