બોટાદ નગરપાલિકાની કુલ 44 બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્રારા યોજાઈ સેન્સ પ્રક્રિયા. કુલ 150 જેટલા દાવેદારોએ નોંધાવી દાવેદારી.પાર્ટીના ફોરમ મુજબ ઉમેદવારની થશે પસંદગી.પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા ,રક્ષાબેન બોળીયા રાજકોટ પૂર્વ મેયર,રાજુભાઇ શુક્લ અરવલ્લી જિલ્લા પ્રભારી.એમ ત્રણ નિરીક્ષક તરીકે દાવેદારોને સાંભળ્યા.


[[$googlead]]

દાવેદારી પ્રક્રિયાની કામગીરી તેજ

બોટાદ નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણીની ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે જે અંતર્ગત બોટાદ નગરપાલિકા મા કુલ 11 વોર્ડ અને 44 બેઠકો આવેલ છે જે 44 બેઠક માટે આજરોજ ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો દ્વારા જે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો હોય તેમની દાવેદારી પ્રક્રિયાની કામગીરી આજરોજ હાથ ધરવામાં આવેલ છે જેમાં બોટાદ શહેરના ગઢડા રોડ ખાતે આવેલ ગુરુકુળમાં આજરોજ ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ મંત્રી મુખ્ય નિરીક્ષક તરીકે બ્રિજેશ મેરઝા તેમજ અરવલ્લીના પ્રભારી રાજુભાઈ શુકલ તેમજ રાજકોટના પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા નિરીક્ષક તરીકે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા મૂકવામાં આવેલ છે.

[[$alsoread]]

150 જેટલા લોકો ચૂંટણી લડવા ઇચ્છુક

44 બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના 150 જેટલા લોકો ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી જેમાં નિરીક્ષકો દ્વારા પક્ષ દ્વારા આપવામાં આવેલ સૂચના મુજબ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે જેમાં અગાઉ ત્રણ વખત ચૂંટણી લડેલા તેમજ 60 વર્ષથી વધુ હોય તેવા ઉમેદવારોની દાવેદાની સ્વીકારવામાં આવશે નહીં તેવું બ્રિજેશ મિર્ઝા દ્વારા પોતાના નિવેદનમાં જણાવેલ ગઠડા રોડ ગુરુકુળ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી લડવા ઈચ્છકો દ્વારા પોતાની દાવેદારી નોંધાવવાની કામગીરી કરવામાં આવેલ ચૂંટણી લડવા ઈચ્છુક દવેદારોમાં ચૂંટણી લડવા માટે ઉત્સુકતા પણ જોવા મળી.

11 વોર્ડ માટે 44 બેઠક

બોટાદ નગરપાલિકાના મધ્યસ્થ ચૂંટણીને લઇ આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલ સેન્સ પ્રક્રિયામાં કુલ 11 વોર્ડ માટે 44 બેઠક માટે 150 જેટલા ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારો દ્વારા પોતાની નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી જેમાં દાવેદાર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં તેમજ પારદર્શક રીતે સેન્સ ની પ્રક્રિયા થતી હોવાની કરી વાત તો બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા પણ સેન્સ પ્રક્રિયામાં કાર્યકરોમાં ઉત્સાહ છે અને રાજ્ય અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય જીત મળશે તે પ્રમાણેનો આશાવાદ વ્યક્ત કરેલ

 

  • Follow us on: