- ભાજપના કોર્પોરેટર નીતિન રામાણી સામે આક્ષેપ
- ગેમઝોન સંચાલક યુવરાજસિંહ સોલંકીએ કર્યો ધડાકો
- સંચાલક યુવરાજસિંહ સોલંકીએ SIT સમક્ષ કર્યો ધડાકો
રાજકોટ TRP અગ્નિકાંડ કેસમાં ભાજપના વોર્ડ નંબર 13ના કોર્પોરેટર નીતિન રામાણી સામે આક્ષેપો થયા છે કે,ડિમોલેશન અટકાવવા માટે તેમણે 1.5 લાખનો તોડ કર્યો છે,આ સમગ્ર ઘટનામાં ગેમઝોનના સંચાલક યુવરાજસિંહે ભાંડો ફોડયો હતો.તો આ કોર્પોરેટર દ્રારા ઈમ્પેકટ ફી ભરવાને લઈ ભલામણ કરાઈ હતી.જોકે ઈમ્પેકટ ફી ભરી ગેરકાયદેસર બાંધકામ પણ કરવાનુ હતુ,પરંતુ અધિકારીઓ દ્રારા કોઈ મચક આપવામાં આવી ન હતી.તો અગામી સમયમાં કોર્પોરેટર નીતિન રામાણીની પૂછપરછ પણ થઈ શકે છે.
ફાયરના સાધનો લેવાનું ટાળ્યું હતુ
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં કન્સલન્ટસે એસઆઈટી સમક્ષ ધડાકો કર્યો છે. એનઓસી બાબતે અરજી વખતે ફાયર સેફ્ટીનાં ક્યાં ક્યાં સાધનો વસાવવા પડે તેનું ચેક લિસ્ટ આપ્યું હતું. જે બાદ ટીઆરપી ગેમ ઝોનનાં માલિકોએ કહ્યું હતું કે આ તો બહુ મોંઘું પડે કહી ફાયર સેફ્ટીનાં સાધનો વસાવ્યા ન હતો. તેમજ સંચાલકોએ પૈસા વધુ ખર્ચવાનું ટાળી ફાયર સેફ્ટીનાં સાધનો લેવાનું ટાળ્યું હતું.
બીજી વખત પણ પૂછપરછ થઈ શકે છે
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગ ના આ 6 અધિકારીઓ ની SIT દ્વારા વિગતવાર પૂછપરછ કરી તેઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી ગાંધીનગર ખાતે રાજ્ય પોલીસના સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોની કચેરી ખાતે બંધ બારણે ચાલી રહેલી પૂછપરછ અને નિવેદન પ્રકીર્યા દરમિયાન જે નવા મુદ્દાઓ ઉપસ્થિત થશે તેને લઈ ને કેટલાક અધિકારીઓની બીજી વખત ઉલટ તપાસ કરવામાં આવે તેવી શકયતા છે.
પોલીસ સામે હજી ગુનો નથી નોંધાયો
TRP ગેમઝોન આગકાંડ મામલે પોલીસની તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની તપાસમાં એક પણ પોલીસને જવાબદાર ઠેરવવામાં આવ્યો નથી. પોલીસ અધિકારીઓને ક્લીન ચીટ મળી છે. પોલીસ માત્ર ટિકિટ વહેંચણી માટે મંજૂરી આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. પોલીસ વિભાગની ટિકિટની મંજૂરી હોવાથી ઘટના સાથે લેવાદેવા ન હોવાનો ઉલ્લેખ કરાયો છે. પોલીસનાં એકપણ અધિકારી સામે ગુનો નહી નોંધાય. તેમજ પોલીસ અધિકારીઓનાં નિવેદન લઈને જવા દેવાયા છે.









