વડોદરામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન વચ્ચે ગજગ્રાહ હોવાની વાત સામે આવી છે જેમાં મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનની અલગ-અલગ મુલાકાતથી વડોદરામાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે,મેયર સ્થળે પહોંચે તે પહેલા ચેરમેન નીકળી ગયા હતા તો,ખાતમુહૂર્તમાં મેયર આવે તે પહેલા જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીકળી ગયા હતા જેના કારણે ભાજપ વડોદરામાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો.
મનપા કમિશનર અને મેયર વચ્ચે પણ અણબનાવ
વડોદરામાં ભાજપ શાસિત કોર્પોરેશન છે જેમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વચ્ચે આંતરિક વિવાદ હોવાની વાત સામે આવી છે,મેયરની પહેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કાર્યક્રમ છોડીને જતા રહેતા હોવાની વાત સામે આવી છે,મેયરનું પણ કહેવું છે કે,તેમને કંઈ વાતનું ખોટું લાગ્યું છે તે સમજાતું નથી અને તેઓ ખુલ્લા મને મારી સાથે ચર્ચા કરે તે જરૂરી છે,મેયરનું એવું પણ કહેવું છે કે,બિન જરૂરી વિવાદ ઉભો કરવો યોગ્ય નથી.ચેરમેન અને મ્યું.કમિશનર વચ્ચે પણ સંકલન ન હોવાની વાત સામે આવી છે.
ઘણા વિષયોમાં પૂછવામાં ન આવતું હોવાનું મેયરનો આક્ષેપ
મેયરનું કહેવું છે કે,ઘણા વિષયોમાં મને પૂછવામાં આવતું નથી અને સાઈડ આઉટ કરવામાં આવે છે,તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ડોક્ટર અને IAS મેયર જોઇએ છે તેવો આક્ષેપ મેયર પિન્કી સોનીએ કર્યા છે,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને મારી પાસે સલાહ લેવામાં શરમ આવે છે તેવી વાત પણ ઉલ્લેખી હતી.
વિશ્વામિત્રી પ્રોજેકટની મેયરે લીધી મુલાકાત
વડોદરા શહેરમાં ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં આવેલા બે વખતના પૂરની પરિસ્થિતિ ફરીવાર ન સર્જાય એ માટે પાલિકા તંત્ર થયું છે. વિશ્વામિત્રી નદીનું ચાર સેક્શનમાં વિભાજન કરીને 150 જેટલા જેસીબી મશીનથી નદીને પહોળી અને ઊંડી કરવાની કામગીરી સતત ચાલી રહી છે. કુલ 19 લાખ ક્યુબિક માટી કાઢવાના લક્ષ્ય સામે હાલ 60 હજાર ક્યુબિક માટી કાઢવામાં આવી છે ત્યારે કારેલીબાગ મંગલ પાંડે રોડ નીચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ચાલતીમાં કામગીરીના નિરીક્ષણ માટે મ્યુ. કમિ., પાલિકા મેયર, સ્થાયી અધ્યક્ષ સહિત સ્થાનિક કોર્પોરેટરો અને અધિકારીઓએ મુલાકાત લીધી હતી.









