• ઈન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર છે
  • ઈન્દ્રનીલના અલ્લા હુ અકબર બોલતા વાયરલ વિડીયો મુદે ફરીયાદ
  • ઈન્દ્રનીલ રાજ્યગુરુનો વિડીયો વાયરલ થયો

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં એકબાજુ વિવાદોનો વંટોળ અને બીજીબાજુ પ્રથમ તબક્કાના મતદાન માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 1 ડિસેમ્બરે રાજકોટમાં મતદાન યોજાવાનું છે. તે પહેલાં નેતાઓનો નિવેદનોથી રાજકારણ ગરમાયું છે. ચૂંટણી ટાણે ધર્મના નામે રાજકારણ શરૂ થઈ ગયું છે. રાજકોટ પૂર્વમાં કોગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ચોંકાવનારુ નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો ખૂબ વાયરલ થયો છે. જે મુદ્દે ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. જંગલેશ્વર વિસ્તારમાં બે દિવસ પૂર્વે ઈન્દ્રનીલ રાજ્યગુરુની જાહેરસભા યોજાઈ હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, 'મારા પર મહાદેવ અને અલ્લાહ બંન્નેની દયા છે. મારા મતે અજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે. જંગલેશ્વરમાં હિન્દુ-મુસ્લિમ બંન્ને સરખા લાગે છે. મારે બે નારા મારે એક સાથે બોલવા છે હું અલ્લાહ હું અકબર બોલું તમે મહાદેવ બોલજો.'


[[$googlead]]

વીડિયો વાયરલ થતાં આપી પ્રતિક્રિયા

[[$alsoread]]

તાજેતરમાં આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરેલા રાજકોટના ઈન્દ્રનીલ રાજ્યગુરૂનો આ વીડિયો વાયરલ થતા તેમણે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે ભાજપ અડધી ક્લીપ ફેરવીને વિવાદ ઉભો કરે છે. મેં જંગલેશ્વરમાં એકતાનની વાત કરી હતી. હાર ભાળી ગયેલી ભારતીય જનતા પાર્ટી નવા-નવા મુદ્દાઓ શોધે છે.

ઇન્દ્રનીલના વીડિયો પર ભાજપની પ્રતિક્રિયા

ઇન્દ્રનીલના વીડિયો પર ભાજપના નેતા ભરત બોઘરાની પણ પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે અમે આવા વીડિયો શું કામ વાયરલ કરીએ. ઈન્દ્રનીલ ભાઈએ શું બોલવું એ એમને ખબર હોવી જોઈએ. કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ કરે છે. કોંગ્રેસની વિચારધારા લોકોને ખબર જ છે.


  • Follow us on: