સુરતની માંગરોળ તાલુકા પંચાયતના સભ્યની ધરપકડ કરવામાં આવી છે. લીંબાડા બેઠકના ભાજપના સભ્ય ભરત પટેલે જમીન પર બેન્કનો બોજો કમી કરવા ખેલ કર્યા છે.માંડવી પ્રાંત અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
સુરત જિલ્લામાં ભાજપના નેતા સામે પોલીસ ફરિયાદ નોંધવાનો મામલો સામે આવી રહ્યો છે. સુરતમાં ભાજપ નેતા ભરત પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીએ બેન્ક ઓફ બરોડાનો નકલી લેટર પેડ બનાવી 95 લાખ બોજા મુક્તિ દાખલો રજૂ કર્યો હતો. માંડવીની નોગામા સેવા સહકારી મંડળીનો 16 લાખનો બોજા મુક્તિ દાખલો રજૂ કર્યો હતો. માંગરોળ મામલતદાર દ્વારા ચકાસણી કરાતા ખોટા હોવાનું સાબિત થયું.













