- પોરબંદરથી અર્જૂન મોઢવાડિયા ઉમેદવાર રહેશે
- વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉમેદવાર
- વિજાપુરથી ડૉ.સી.જે.ચાવડા ઉમેદવાર જાહેર
ગુજરાતમાં પેટાચૂંટણીને લઈ ભાજપની યાદી જાહેર થઇ છે. જેમાં પોરબંદરથી અર્જૂન મોઢવાડિયા ઉમેદવાર રહેશે. તથા વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉમેદવાર છે. તેમજ વિજાપુરથી ડૉ.સી.જે.ચાવડા ઉમેદવાર જાહેર થયા છે. તથા ખંભાતથી ચિરાગ પટેલ ભાજપના ઉમેદવાર છે.
વડોદરા અને સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર બદલાયા
અગાઉ લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે 111 ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી દીધી હતી. જેમાં બોલીવુડ અભિનેત્રી કંગના રણૌતને પણ ટિકિટ આપવામાં આવી હતી. તે મંડીથી ચૂંટણી લડશે. આ યાદીમાં ભાજપે ગુજરાતના બાકી છ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં વડોદરા અને સાબરકાંઠા બેઠક પર ઉમેદવાર બદલાયા છે. આમ, ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ઉમેદવારોની પસંદગી કરીને જાહેરાત પણ કરી દીધી છે.
ભાજપે કર્યું 402 ઉમેદવારોનું એલાન
ભાજપની પહેલી યાદીમાં 195, બીજીમાં 72, ત્રીજીમાં 9 અને ચોથી યાદીમાં 15 ઉમેદાવારોના નામની જાહેરાત કરાઈ હતી. ત્યારે હવે પાંચમી યાદીમાં 111 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. આમ ભાજપે અત્યાર સુધીમાં 402 ઉમેદવારોનું એલાન કર્યું છે.
ગુજરાતમાં ભાજપના વધુ છ ઉમેદવારોના નામ જાહેર
મહેસાણા - હરિભાઈ પટેલ
સાબરકાંઠા - શોભનાબેન બારૈયા
સુરેન્દ્રનગર - ચંદુભાઈ શિહોરા
જૂનાગઢ - રાજેશભાઈ ચુડાસમા
અમરેલી - ભરતભાઈ સુતારિયા
વડોદરા - હેમાંગ જોશી
ભારતના ચૂંટણી પંચ તરફથી દેશભરની 543 બેઠકો પર 7 તબક્કાઓમાં ચૂંટણી કરાવવાનો કાર્યક્રમ જાહેર કરાઈ ચૂક્યો છે. પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલ, 2024એ થશે, જ્યારે 7માં અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થશે. તમામ બેઠકોના ચૂંટણી પરિણામ એક સાથે 4 જૂન, 2024ના રોજ જાહેર કરાશે. આ ઉપરાંત ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે, તેમાં આંધ્રપ્રદેશમાં 13 મે, સિક્કમ અને અરૂણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે, જ્યારે ઓડિશામાં ચાર તબક્કામાં 13 મે, 20 મે, 25 મે અને પહેલી જૂને મતદાન યોજાશે. જ્યારે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ 7 મેના રોજ જ મતદાન થશે. આ વખતની ચૂંટણીમાં દેશમાં કુલ 96.88 કરોડ મતદારો રજિસ્ટર્ડ થયા છે. ચૂંટણી પંચે આ તમામ ચૂંટણીઓનું પરિણામ ચાર જૂને જાહેર કરવાનો નિર્ણય લીધો હતો, જો કે બાદમાં સિક્કમ અને અરૂણાચલ પ્રદેશની તારીખોમાં ફેરફાર કરી બીજી જૂને પરિણામ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.









