રાજકોટમાં ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ સસ્પેન્ડ થયા છે. જેમાં દારૂનો વેપલો કરનાર જયદીપ દેવડા ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. દારૂના જથ્થા સાથે જયદીપ દેવડા ઝડપાયો હતો. વોર્ડ 14ના ભાજપનો બક્ષીપંચ મોરચાનો પ્રમુખ દેવડા હતો. જેમાં 5 દિવસ પહેલા પોલીસે દરોડા પાડી બે શખ્સને ઝડપ્યા હતા.


[[$googlead]]

પોલીસ પૂછપરછમાં જયદીપ દેવડાનું નામ ખૂલ્યું

પોલીસ પૂછપરછમાં જયદીપ દેવડાનું નામ ખૂલ્યું હતું. તેમાં રાજકોટમાં દારૂનો વેપલો કરનાર જયદીપ દેવડા અંતે ભાજપમાંથી સસ્પેન્ડ થયા છે. દારૂના જથ્થા સાથે ઝડપાયેલા ભાજપના બક્ષીપંચના મોરચાના પ્રમુખને સસ્પેન્ડ કરાયો છે. વોર્ડ નંબર 14 ના ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ જયદીપ દેવડા હતો. પાંચ દિવસ પૂર્વે પોલીસે દરોડા પાડી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે શખ્સને ઝડપી લીધા હતા. જેમાં પોલીસ પૂછપરછમાં ભાજપના જયદીપ દેવડાનું નામ ખુલ્યું હતું.

[[$alsoread]]

 જયદીપ દેવડાના નામ દારૂના કેસમાં સામે આવતાં ચકચાર

રાજકોટ શહેરમાં સ્થાનિક ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ જયદીપ દેવડાના નામ દારૂના કેસમાં સામે આવતાં ચકચાર મચી ગયો હતો. આ ઘટનામાં ગોપાલ નગર-9 વિસ્તારમાં ભક્તિનગર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 54 બોટલ દારૂ અને 24 ટીન બિયર સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી, ત્યારે પોલીસે જાણ કરવામાં આવી હતી કે, જયદીપ દેવડાની અને મિત દેવડાના ભાઈની સંડોવણી છે. આ માહિતી પરથી પોલીસ વધુ તપાસમાં લાગી ગઈ, જે પછી જયદીપ દેવડાની માહિતી મળી આવી હતી.


  • Follow us on: