- સૌ પ્રથમ રુ. 100ના દરની નકલી નોટો ઝારખંડમાં બનાવી
- રુ. 500ના દરની 153 નકલી ચલણી નોટો જપ્ત
- રુ. 200ના દરની 1014 નકલી નોટો કબજે
નકલી ચલણી નોટો સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં નકલી ચલણી નોટોનો કાળો કારોબાર પકડાયો છે. જેમાં સુરત પોલીસે રુ. 2.79 લાખની ડુપ્લીકેટ ચલણી નોટો ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં આરોપી સુરતના ટેક્ષટાઈલ માર્કેટમાં નકલી નોટો વટાવવા માટે પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે.
આ અંગેની માહિતી અનુસાર, સુરતમાં સારોલી ચેક પોસ્ટ પર એક વ્યક્તિ ડુપ્લીકેટ નોટ સાથે ઝડપી પાડ્યો હતો. જે પછી પોલીસે આરોપી પાસેથી મોટી સંખ્યામાં નકલી નોટો કબજે કરી છે. જેમાં રૂ.100, રૂ.200 અનમે રૂ.500 ની નોટનો જથ્થો મળી આવ્યો છે.

જ્યારે આ ડુપ્લીકેટ નોટ લઈને આવનાર વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી ત્યારે સામે આવ્યું કે, રામલુસ જોસેફ નામનો વ્યક્તિએ સૌ પ્રથમ રુ. 100ના દરની નકલી નોટો ઝારખંડમાં બનાવી હતી. જે પછી નવી નવી નોટ બનાવવાની શરૂઆત કરી હતી. જે પછી રુ. 200 અને રુ.500 નકલી નોટો ઝડપી પાડી છે.
આમાં રુ. 500ના દરની 153 નકલી ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે. જ્યારે પોલીસ પણ રુ. 200 ની નકલી નોટો જોઇને ચોંકી ઊઠી છે. જેમાં રુ. 200ના દરની 1014 નકલી નોટો કબજે કરવામાં આવી છે. કુલ રુ.2.79 લાખની ડુપ્લીકેટ નોટો લઈને આરોપી સુરત ટેક્ષટાઈલ માર્કેટમાં વટાવવા માટે લાવ્યો હોવાનો પણ ખુલાસો થયો છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.









