ગુજરાતભરમાં મોકડ્રીલ યોજાયા બાદ હવે રાજ્યભરમાં બ્લેકઆઉટ છવાઈ ગયું છે. રાજ્યમાં તબક્કાવાર અલગ-અલગ જિલ્લામાં બ્લેકઆઉટ કરવામાં આવી રહ્યું છે. સુરત, વડોદરા, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ અને નર્મદામાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. સાંજે 7.30થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં લોકોને લાઈટ બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી છે.
બીજા તબક્કામાં 5 જિલ્લાઓમાં બ્લેકઆઉટ કરાશે
ત્યારે બીજા તબક્કામાં 5 જિલ્લાઓમાં બ્લેકઆઉટ કરવામાં આવશે. બીજા તબક્કામાં 8 વાગ્યાથી 8.30 સુધી બ્લેકઆઉટ રહેશે. બીજા તબક્કામાં જામનગર, કચ્છ, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં બ્લેકઆઉટ રહેશે.
તમામ પોલીસકર્મીઓની રજાઓ કરાઈ રદ્દ
ગુજરાતના તમામ પોલીસકર્મીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના તમામ પોલીસકર્મીઓની રજા તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવી છે. આ મહત્વનો નિર્ણય DGP ઓફિસ દ્વારા લેવામાં આવ્યો છે. આ અંગે DGP ઓફિસ દ્વારા આદેશ પણ બહાર પાડવામાં આવ્યો છે. આ સાથે જ રજા પર ગયેલા પોલીસ કર્મીઓને પણ તાત્કાલિક હાજર થવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ઓપરેશન સિંદૂર બાદની સ્થિતિને લઈને DGP ઓફિસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સોમનાથ મંદિરની સુરક્ષામાં કરાયો વધારો
સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે. આતંકી હુમલાની દહેશતના પગલે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ઝેડ પ્લસ સુરક્ષા સોમનાથ મંદિર વ્યવસ્થા ધરાવે છે. મંદિર સુરક્ષામાં 3 PSI અને 1 PIનો વધાર કરવામાં આવ્યો છે.









