- વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશે
- રાજ્યમાં 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ
- પેપરના રિએસએસમેન્ટ માટેની તારીખ પણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે
ગુજરાત બોર્ડ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને પરિણામ જોઈ શકે છે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશે. જેના માટે 635 730 0971 પર બેઠક ક્રમાંક લખીને મોકલવાનું રહેશે, જ્યાં તમે પરિણામ જોઈ શકશો.
રાજ્યમાં 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ
રાજ્યમાં 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ. ગયા વર્ષે 65.58 ટકા પરિણામ વિજ્ઞાન પ્રવાહનું હતું. ગુજરાત બોર્ડ ધોરણ 12ના ત્રણેય પ્રવાહો એટલે કે કોમર્સ, આર્ટસ અને સાયન્સનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ તેમના એડમિટ કાર્ડમાં આપેલા રોલ નંબર અને રોલ કોડની મદદથી પરિણામ જોઈ શકે છે.
માર્કટસીટ મેળવવા માટે ક્યા સમયે જવું તે અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવશે
ઉલ્લેખનિય છે કે વિદ્યાર્થીઓએ પરીક્ષાની માર્કટસીટ મેળવવા માટે ક્યા સમયે જવું તે અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવશે, ઉપરાંત પેપરના રિએસએસમેન્ટ માટેની તારીખ પણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે, ઉલ્લેખનિય છે કે, 2024માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ગુજકેટ 2024 અને સંસ્કૃત માધ્યમના પરિણામ આજે જાહેર થયુ છે.
પ્રથમ વખત 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક સાથે જાહેર
પ્રથમ વખત 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક સાથે જાહેર થશે. ધોરણ 12ની પરીક્ષામાં કુલ 4.77 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષાઓ 11 માર્ચથી 22 માર્ચ, 2024 દરમિયાન લેવાઈ હતી. પરિણામ જાહેર થયા પછી, વિદ્યાર્થીઓ નીચે આપેલા સરળ પગલાંને અનુસરીને માર્કશીટ ચકાસી શકે છે.
આ રીતે માર્કશીટ ડાઉનલોડ કરી શકાશે
ગુજરાત બોર્ડનું પરિણામ જોવા પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર ક્લિક કરો. વેબસાઈટ પર જતા જ રિઝલ્ટ વિકલ્પ દેખાશે. રિઝલ્ટ ઓપ્શન પર જાઓ અને ગુજરાત બોર્ડ એચએસસી પરિણામ 2024 માટે પરિણામ ચેક કરોની લિંક પર ક્લિક કરો. આ પછી રોલ નંબર અને જન્મ તારીખની મદદથી લોગિન કરો. લોગ ઇન કર્યા પછી, પરિણામ સ્ક્રીન પર ખુલશે. પરિણામ તપાસ્યા પછી પ્રિન્ટ કરાવી જોઇએ.









