બોડેલી તાલુકાના ગાજીપુરા ગામના રોછીયા ફ્ળિયામાં મહેશ ભાઈલાલ બારીયાના મકાનમાં અગમ્ય કારણસર મળસ્કે આગ લાગી હતી. આ આગને પગલે આખે આખું મકાન બળીને રાખ થઈ ગયું હતું. જોકે સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. મકાન માલિકની ચાર બાઈકો ત્યાં પડેલી હતી. જે આ આગમાં સળગી ગઇ હતી. મકાન માલિક મહેશ બારીયાએ જણાવ્યું હતું કે, સવારે અમે જોયું તો અમારું મકાન સંપૂર્ણ સળગી ગયું હતું. આગ કઈ રીતે લાગી તે અંગે કોઈ જાણકારી હજી સુધી મળી શકી નથી.



  • Follow us on: