છોટાઉદેપુર જિલ્લામાં કોઈને પણ આકસ્મિક સમયે લોહીની જરૂર પડે એટલે રાજુભાઇ ગાંધીની યાદ આવે. બોડેલી નગરમાં રહેતા રાજુભાઇનું આ ક્ષેત્રે તેમણે કરેલા કામ બોલે છે. વૈષ્ણવ સમાજના આ યુવાને જાત પાતના વાડા બાજુએ હડસેલી માત્ર માનવ સૃષ્ટિને મદદરૂપ બનવા રક્તદાન ક્ષેત્રે બેનમૂન કામગીરી કરી છે. જેઓનું સન્માન યથા યોગ્ય છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીને સો વર્ષ પૂર્ણ થતાં વિશ્વ રેડક્રોસ સોસાયટી દ્વારા વડોદરા સૂર્યા પેલેસ ખાતે એક કાર્યક્રમનું આયોજન જિલ્લા કલેક્ટર અનિલ ધામોલિયાના અધ્યક્ષસ્થાને કરાયું હતું. જેમાં વિવિધ ક્ષેત્રો સાથે કામ કરતા અને રેડક્રોસ સોસાયટી સાથે જોડાયેલા લોકોનું સન્માન પણ કરાયું હતું. જેમાં બોડેલીના અગ્રણી રાજુભાઇ ગાંધીનું સન્માન પૂર્વ આઈએએસ એસ કે નંદા દ્વારા કરાયું હતું. રાજુભાઇ બોડેલી વિસ્તારમાં રાજુભાઇ લોહીવાળાના હુલામણા નામે જાણીતા બન્યા છે. આપત્તીના સમયે રાજૂભાઇ લોકોને લોહી અપાવવા કામ લાગે છે.



  • Follow us on: