બોડેલીની જલારામ ટ્રસ્ટ હોસ્પિટલમાં હવે નવું ફેકો મશીન આવ્યું છે. આંખના મોતિયા બિંદના ઓપરેશનો માટે હવે દર્દીઓને બીજા શહેરોમાં જઈને મોંઘી દાટ સર્જરી કરાવવી નહીં પડે. કુંદનપુર ગ્રૂપ દ્વારા આંખોના મોતિયા બિંદના ઓપરેશન માટે ફેકો મશીનનું દાન કરાયું છે. આંખોના નિષ્ણાંત તબીબ ડૉ. વનરાજ રાઠવાએ જણાવ્યું હતું કે, સ્વિટ્ઝર્લેન્ડની ટેકનોલોજી સાથેના આ મશીન વડે ટાંકા વગરનું ઓપરેશન શક્ય બનશે. મુશ્કેલ કેટરેક્ટને પણ કરીને પેશન્ટનું વિઝન લાવી શકાશે. જલારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા સર્જરી વિભાગમાં આ નવા ફે કો મશીનનું ટ્રસ્ટીઓ મંત્રી મુકુંદ શાહ, શંભુ જયસ્વાલ, કુંદનપુરના ધીરેન તિવારી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં રીબીન કાપીને ઉદ્ઘાટન કરાયું હતું.



  • Follow us on: