થરાદમાં નર્મદા કેનાલમાંથી બે યુવકોના મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામ્યો હતો. અલગ અલગ જગ્યાએથી બે યુવકોના મૃતદેહ મળ્યા હોવાનું સામે આવ્યું છે. નર્મદા કેનાલમાં 6 દિવસ પહેલા યુવકોએ ઝંપલાવ્યું હતું ત્યારે ફાયર બ્રિગેડને ભારે જહેમત બાદ યુવકોના મૃતદેહ મળ્યા હતા. બંને યુવાનો ચુડમેર અને જેતડા ગામના હોવાનું ખુલ્યું છે. યુવાનોના મૃતદેહ અંગે થરાદ પોલીસે તપાસ હાથ ધરી છે.


થરાદમાં નર્મદા કેનાલમાંથી બે યુવકોના મૃતદેહ મળ્યા

થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી બે યુવકોના મૃતદેહ મળ્યા હોવાનું સામે આવ્યું છે. ફાયર બ્રિગેડની ટીમે અલગ અલગ જગ્યાએથી બે યુવકોના મૃતદેહ શોધી કાઢ્યા હતા. થરાદ તાલુકામાં 6 દિવસ પહેલા જ થરાદમાં ડેરી પુલ નજીક નર્મદા કેનાલમાં યુવકે ઝંપલાવ્યું હતું. ફાયર બ્રિગેડને ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ બાદ વાલી વારસોને મૃતદેહો સોંપ્યા છે. થરાદ તાલુકાના ચુડમેર અને જેતડા ગામના બંને યુવકો હોવાનું જાણવા મળ્યું હતું આ ઘટના બાદ હવે થરાદ પોલીસે તપાસ હાથ ધરી છે.

અગાઉ પણ થરાદ કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ

થોડા દિવસો પહેલા થરાદ કેનાલમાંથી દિયોદરના ચાળવા ગામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવક ઘરેથી કામધંધા પર જવાનું કહી નીકળ્યો હતો પરંતુ મોડી સાંજ સુધી પરત નહિ ફરતા પરિવારે સગા સબંધીઓમાં શોધખોળ શરૂ કરી હતી. ત્યાર બાદ થરાદ તાલુકાના ડેલ ગામના પાટિયા નજીક મુખ્ય નર્મદા નહેરમાં જંપલાવ્યુ હોવાનું અનુમાન સાથે મૃતકના પરિવારે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડ કંટ્રોલમાં જાણ કરી હતી. ફાયર બ્રિગેડના તરવૈયા ઘટના સ્થળે પહોંચી મુખ્ય નર્મદા નહેરના પાણીમાં યુવકની સવારથી શોધખોળ હાથ ધરી હતી. જાદલા ગામની સીમમાં પસાર થતી મુખ્ય નર્મદા નહેર માંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો


  • Follow us on: