ગાંધીનગર નેશનલ લો યુનિ.ને ગઈકાલે મોડી રાત્રે બોમ્બથી ઉડાવવાની મેઇલ મારફતે ધમકી મળી હોવાનું સામે આવ્યું છે. ધમકી મળતાની સાથે સુરક્ષા એજન્સીઓ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. 


[[$googlead]]

ગાંધીનગર નેશનલ લૉ યુનિ.ને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાની સાથે ગાંધીનગરની પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મળતી માહિતી મુજબ, ગાંધીનગર નેશનલ લૉ યુનિ.ને મેઇલ દ્વારા ધમકી આપવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા હતા. આ ધમકી ભર્યો મેઇલ મળતાની સાથે ગાંધીનગરની પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઇ હતી અને ગાંધીનગર નેશનલ લૉ યુનિ.ને બોમ્બથી ઉડાવવાની ધમકીને લઇ તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો હતો. 

ઘમકી ભર્યો મેઇલ મળતાની સાથે સુરક્ષા એજન્સીઓ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે તપાસમાં કંઈ પણ શંકાસ્પદ ન મળ્યું હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. હાલ તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં છે.

[[$alsoread]]

તો બીજી બાજુ ટાઈમરનો ઉપયોગ કરીને મુંબઈ-હાવડા મેલ ટ્રેનને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જે બાદ ગભરાટ ફેલાયો હતો. ધમકીમાં કહેવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રના નાસિક સ્ટેશન પરથી ટ્રેન પસાર થયા બાદ બ્લાસ્ટ થશે. ફઝાલુદ્દીન નામના ટ્વિટર એકાઉન્ટ પરથી આ ધમકી મળી છે. ટ્રેનને તરત જ જલગાંવ ખાતે રોકી દેવામાં આવી હતી અને સવારે 4.15 વાગ્યે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સુરક્ષા દળોએ ટ્રેનના દરેક ખૂણા અને ખૂણે તપાસ હાથ ધરવામાં આવી હતી. 

  • Follow us on: