બનાસકાંઠામાં પોલીસ અને બુટલેગરો વચ્ચે ઝપાઝપી થઈ હોવાની માહિચી સામે આવી છે જેમાં વડગામના મગરવાડા ગામે દારૂના અડ્ડા પર દરોડા પાડવામાં આવ્યા છે,પોલીસ દેશી દારૂની રેડ કરવા ગઈ તે દરમિયાન પોલીસ પર બુટેલગરોએ હાથ ઉપાડયો હોવાની વાત સામે આવી છે,તો પોલીસ પર હુમલો કરનારના વીજ કનેકશન કટ કરવામાં આવ્યા છે.
પોલીસે 72 લીટર દેશી દારૂ, 20 લીટર વોશ જપ્ત કર્યો
બનાસકાંઠામાં પોલીસ દેશી દારૂનો ધંધો કરનાર બુલટેગરોના ત્યા રેડ કરવા ગઈ તે દરમિયાન બુટેલગરો અને તેમના મળતીયાઓ દ્વારા પોલીસ પર હુમલો કરી દેવામાં આવ્યો છે,ત્યારે અન્ય પોલીસ પણ ત્યાં પહોંચી હતી આ ઘટના વડગામના મગરવાડામાં બની હતી,પોલીસે 72 લીટર દેશી દારૂ સાથે 14,900નો મુદ્દામાલ જપ્ત કર્યો છે,પોલીસે એક આરોપીની અટકાયત કરી છે તો 9 બુટલેગરો સામે ફરિયાદ નોંધી છે.પોલીસ હજી પણ અન્ય જગ્યાઓ પર રેડ પાડશે એ નક્કી છે.
વડગામનાં મગરવાડા ગામે પોલીસ અને બુટલેગરો વચ્ચે ઝપાઝપી
બનાસકાંઠાના મગરવાડામાં પોલીસ દેશી દારૂના અડ્ડા પર રેડ પાડવા ગઈ એટલે પોલીસને જોઈ બુટલેગરોમાં ફફડાટ જોવા મળ્યો અને ત્યારબાદ આસપાસના લોકોએ ભેગા મળીને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી,પોલીસનો કોલર પકડી લેવામાં આવ્યો હતો અને પોલીસ સાથે ઘર્ષણ પણ કર્યુ હતુ પરંતુ પોલીસે દરોડા પાડીને દેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો,પોલીસે 72 લીટર દેશી દારૂ તેમજ 20 લીટર વોશ સહિત કુલ રૂ. 14900 નો મુદામાલ જપ્ત કર્યો છે.
2 ગેરકાયદેસર વીજ કનેક્શન કાપ્યા
પોલીસે એક સગીર સહિત કુલ નવ બુટલેગરો વિરુદ્ધ ફરિયાદ નોંધી એકની અટકાયત કરી હતી.સાથે સાથે બે ગેરકાયદેસર વીજ કનેકશન પણ કાપી દીધા હતા.રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ ગેર કાયદેસર દબાણકારો અને બુટલેગરો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે,બુટલેગરો તમે સુધરી જાવ નહીતર ઘરમાં રહેવાના લાયક પણ નહી રહો,અને પોલીસ તો શું કોઈની પર હુમલો કરવાનો અધિકાર તમને મળ્યો નથી,દેશી દારૂનું વેચાણ ખાનગી તો શું જાહેરમાં પણ હવે નહી કરી શકો.









