MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે તો હત્યારાને લઈને બોપલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે,ઘટના સ્થળે જઈ આરોપીનું રિકન્ટ્રકશન કરવામાં આવ્યું છે.આરોપીએ જે જે કરતૂતો કરી છે તે તમામ કરતૂતો પોલીસે બતાવી હતી,પોલીસે આરોપીની બરોબરની સરભરા કરી છે તે વિરેન્દ્રસિંહ પઢેરીયાના ચાલવા પરથી દેખાઈ આવે છે.


[[$googlead]]

MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન હત્યા મામલો

બોપલમાં થયેલ વિદ્યાર્થીની હત્યાને કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો છે,તો બોપલ પોલીસ અને અમદાવાદ પોલીસ આરોપીને શોધી શકી ન હતી અને બોપલ પોલીસ વાહવાહ લૂંટવા આવી ગઈ હતી,પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિ-ક્રન્ટકશન કર્યુ હતુ.બોપલ ફાયર સ્ટેશનની નજીક આ હત્યા કરવામાં આવી હતી તો આરોપી ઝડપાયો છે જેને લઈ પોલીસ અનેક ખુલાસાઓ અગામી સમયમાં કરી શકે છે.હત્યા બાદ સૌ પ્રથમ વિરેન્દ્રસિંહ તેના ઘરે પહોંચ્યો હતો.

[[$alsoread]]

અન્ય એક પોલીસકર્મીની પણ સંડોવણી આવી સામે

બોપલમાં વિદ્યાર્થીની હત્યા કેસમાં એકબાદ એક મોટા ખુલાસઓ સામે આવ્યા છે,બનાવ સમયે આરોપી વિરેન્દ્ર સિંહ પઢેરીયાની સાથે અન્ય એક વ્યક્તિ પણ ગાડીમાં હાજર હતો અને હુમલો કર્યા બાદ છરી રસ્તામાં અવરું જગ્યાએ નાખી પોતાના ઘરની પાસે ગાડી પાર્ક કરી ફરાર થયો હતો.ક્રાઈમ બ્રાન્ચે પોલીસ કર્મી વિરેન્દ્રસિંહ પઢેરીયાની ફરિયાદી સાથે ઓળખ પરેડની તજવીજ શરૂ કરી છે.ગાડીમાં ડ્રાઇવર તરીકે રહેલા અન્ય પોલીસ કર્મી દિનેશ ઉર્ફે ડીકે અંગે પણ તપાસ ચાલુ છે.અન્ય પોલીસ કર્મી દિનેશે ભાગવામાં મદદ કરી હોવાથી તેના વિરુદ્ધ પણ થઈ શકે છે કાર્યવાહી.

જાણો શું હતો કેસ

બોપલમાં રવિવારે રાત્રે સામાન્ય બાબતે એક વિદ્યાર્થીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. માઈકામાં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થી બુલેટ લઈને જઈ રહ્યા હતા તે સમયે બાઈક ક્રોસ કરવા જઈ રહ્યા હતા ત્યારે ગાડી નજીક આવી ગઈ હતી અને ત્યારબાદ બંને વચ્ચે તકરાર થઈ હતી. મહત્વનું છે કે, મામલો પતી ગયા છતાં કાર ચાલકે બાઈકનો પીછો કર્યો હતો અને કાર ચાલકે ઝઘડો કરી ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

વિદ્યાર્થી મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી

મૂળ ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી એવો 23 વર્ષીય પ્રિયાંશું જૈન રાતે બુલેટ પર મિત્ર સાથે જઈ રહ્યો હતો ત્યારે ફાયર સ્ટેશન પાસે કાર ચાલક સાથે બોલાચાલી થઈ હતી. મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. પોલીસ અને મૃતકના મિત્રો પણ સ્થળ પર પહોંચ્યા છે. FSLની ટીમ દ્વારા સ્થળ પરથી સેમ્પલ લેવામાં આવ્યાં હતા.

જાણો કોણ છે વિરેન્દ્રસિંહ પઢેરિયા

વિરેન્દ્રસિંહ પઢેરિયાએ અમદાવાદ ગ્રામ્યના બાવળા તાલુકાના આદરોડા ગામનો વતની છે અને તે વર્ષ 2009માં પોલીસ તરીકે ભરતી થયેલો છે,ગરમ મિજાજનો આ કોન્સ્ટેબલ અનેક વખત લોકોની સાથે નાની-નાની વાતોમાં ઝઘડો કરતો હતો અને દારૂ પીવાનો શોખીન પણ હતો,વિરેન્દ્રસિંહ પઢીયાર પોતે ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે અને આવી રીતે હત્યા કરીને કોઈનો જીવ લઈ લે છે ત્યારે તમે પણ વિચારી શકો છો એક કોન્સ્ટેબલ કે જેણે મોટો ગુનો કર્યો છે અને સાથે સાથે તેણે છરીથી હુમલો કરીને હત્યા કરી નાખી.વિરેન્દ્રસિંહ યાદવ પોલીસની નોકરીમાં પણ સરખી નોકરી કરતો ન હતો તેવી માહિતી પોલીસના સૂત્રો તરફથી મળી છે.

મિત્રએ નોંધાવી હતી હત્યાની ધરપકડ

અમદાવાદના છેવાડે આવેલા શેલા ગામની અશોકા હોસ્ટેલમાં રહેતા પૃથ્વીરાજ મહાપાત્રાએ બોપલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી હતી. પૃથ્વીરાજ મૂળ ઓડિશાનો રહેવાસી છે અને અમદાવાદની MICAમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પૃથ્વીરાજ સાથે તેનો મિત્ર પ્રિયાંશુ જૈન પણ કોલેજમાં અભ્યાસ કરતો હતો. ગઈકાલે સાંજે પૃથ્વીરાજ અને પ્રિયાંશુ બન્ને કોલેજના કેમ્પસમાં કંપનીનો ઇન્ટરવ્યૂ હોવાથી તે તેમના મિત્ર ચૈતન્યનું બુલેટ લઈને બોપલ સરકારી ટ્યૂબવેલ પાસે આવેલા મારુતિ ટેલરમાં સૂટ સીવડાવવા માટે ગયા હતા.

 

  • Follow us on: