પ્રિયાશું જૈનના હત્યા કેસમાં ચૌંકાવનારો ખુલાસો થયો છે જેમાં હત્યા કરી વિરેન્દ્રસિંહ પંજાબ જવા નીકળી ગયો હતો અને રસ્તામાં તેણે તેની ગર્લફ્રેન્ડને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી તો પંજાબમાં રહેલી ગર્લફ્રેન્ડે તેના માટે રહેવાની વ્યવસ્થા કરી આપી હતી,પંજાબના સનામ ગામ પાસે ધર્મશાળામાં રુમ બુક કરાવ્યો હતો અને વિરેન્દ્રસિંહ ત્યાં પહોંચે છે અને આરામ કરતો હતો તે દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લોકેશનના આધારે પહોંચી હતી અને ધર્મશાળામાં સુતો હતો ત્યારે જ તેની ધરપકડ કરી હતી.
ગર્લફ્રેન્ડની પણ થઈ શકે છે પૂછપરછ
આ સમગ્ર કેસમાં પંજાબમાં રહેલી ગર્લફ્રેન્ડની પણ પૂછપરછ થઈ શકે છે,જેમ જેમ ક્રાઈમ બ્રાન્ચ આરોપી વિરેન્દ્રસિંહની પૂછપરછ કરતી રહી તેમ તેમ નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે,ત્યારે આ કેસમાં હજી પણ ખુલાસા થઈ શકે છે,દિનેશ ઉર્ફે ડીકે ઝડપાય તો પોલીસને આખા કેસની છબી અરીસા સામે આવી શકે તેવી હાલત છે,પરંતુ પોલીસે હજી દિનેશ ઉર્ફે ડીકેને ઝડપ્યો નથી.આરોપીની તપાસમાં સામે એ પણ આવ્યું છે કે તે ધર્મશાળામાં આરામ કરીને તેની ગર્લફ્રેન્ડ સાથે લંચ કરવા પણ જવાનો હતો.
પોલીસે પહેલા રોડ પરના સીસીટીવી જોયા
સૌ પ્રથમ હત્યા થઈ અને ત્યારબાદ બોપલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી કરી પછી પોલીસે આસપાસના સીસીટીવી જોયા પણ બોપલ પોલીસને આ બાબતે કોઈ કડી મળી નહી,આ સમગ્ર ઘટના એક થી બે દિવસ ચાલી પણ પોલીસની મહેનત કામે લાગી નહી ત્યારે આ સમગ્ર ઘટનાની તપાસ અમદાવાદ ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવે છે અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ ગુનાનો ભેદ ઉકેલી શકતી નથી અને આરોપી સુધી પહોંચી શકતી નથી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઘટનામાં જંપ લાવ્યું
બોપલ પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ બન્નેએ મહેનત કરી પણ સફળતા મળી નહી,ત્યારે આ સમગ્ર કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જંપલાવે છે અને તેમને સફળતા મળે છે,ત્યારે સૌ પ્રથમ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ ચાર રસ્તાના સીસીટીવી ચેક કર્યા છે જેમાં સામે આવે છે કે બ્લેક કલરની કાર જે હેરીયર કાર છે અને આરોપી વિરેન્દ્રસિંહ તે કાર લઈને નિકળ્યો છે,બે થી ત્રણ સીસીટીવી એવા છે કે જેમાં એક જ કાર દેખાય છે અને તેના આધારે ક્રાઈમને ખબર પડે છે કે આ કાર આરોપીની હોઈ શકે છે,ત્યારે જયાં હત્યા થઈ ત્યાંથી 300 કિમી દૂર જ આરોપીનું ઘર છે અને આરોપી ઘરે કાર મૂકીને નિકળી જાય છે.
અન્ય એક પોલીસકર્મીની પણ સંડોવણી આવી સામે
બોપલમાં વિદ્યાર્થીની હત્યા કેસમાં એકબાદ એક મોટા ખુલાસઓ સામે આવ્યા છે,બનાવ સમયે આરોપી વિરેન્દ્ર સિંહ પઢેરીયાની સાથે અન્ય એક વ્યક્તિ પણ ગાડીમાં હાજર હતો અને હુમલો કર્યા બાદ છરી રસ્તામાં અવરું જગ્યાએ નાખી પોતાના ઘરની પાસે ગાડી પાર્ક કરી ફરાર થયો હતો.ક્રાઈમ બ્રાન્ચે પોલીસ કર્મી વિરેન્દ્રસિંહ પઢેરીયાની ફરિયાદી સાથે ઓળખ પરેડની તજવીજ શરૂ કરી છે.ગાડીમાં ડ્રાઇવર તરીકે રહેલા અન્ય પોલીસ કર્મી દિનેશ ઉર્ફે ડીકે અંગે પણ તપાસ ચાલુ છે.અન્ય પોલીસ કર્મી દિનેશે ભાગવામાં મદદ કરી હોવાથી તેના વિરુદ્ધ પણ થઈ શકે છે કાર્યવાહી.
જાણો શું હતો કેસ
બોપલમાં રવિવારે રાત્રે સામાન્ય બાબતે એક વિદ્યાર્થીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. માઈકામાં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થી બુલેટ લઈને જઈ રહ્યા હતા તે સમયે બાઈક ક્રોસ કરવા જઈ રહ્યા હતા ત્યારે ગાડી નજીક આવી ગઈ હતી અને ત્યારબાદ બંને વચ્ચે તકરાર થઈ હતી. મહત્વનું છે કે, મામલો પતી ગયા છતાં કાર ચાલકે બાઈકનો પીછો કર્યો હતો અને કાર ચાલકે ઝઘડો કરી ચપ્પુ વડે હુમલો કર્યો હતો.
વિદ્યાર્થી મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી
મૂળ ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી એવો 23 વર્ષીય પ્રિયાંશું જૈન રાતે બુલેટ પર મિત્ર સાથે જઈ રહ્યો હતો ત્યારે ફાયર સ્ટેશન પાસે કાર ચાલક સાથે બોલાચાલી થઈ હતી. મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. પોલીસ અને મૃતકના મિત્રો પણ સ્થળ પર પહોંચ્યા છે. FSLની ટીમ દ્વારા સ્થળ પરથી સેમ્પલ લેવામાં આવ્યાં હતા.
જાણો કોણ છે વિરેન્દ્રસિંહ પઢેરિયા
વિરેન્દ્રસિંહ પઢેરિયાએ અમદાવાદ ગ્રામ્યના બાવળા તાલુકાના આદરોડા ગામનો વતની છે અને તે વર્ષ 2009માં પોલીસ તરીકે ભરતી થયેલો છે,ગરમ મિજાજનો આ કોન્સ્ટેબલ અનેક વખત લોકોની સાથે નાની-નાની વાતોમાં ઝઘડો કરતો હતો અને દારૂ પીવાનો શોખીન પણ હતો,વિરેન્દ્રસિંહ પઢીયાર પોતે ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે અને આવી રીતે હત્યા કરીને કોઈનો જીવ લઈ લે છે ત્યારે તમે પણ વિચારી શકો છો એક કોન્સ્ટેબલ કે જેણે મોટો ગુનો કર્યો છે અને સાથે સાથે તેણે છરીથી હુમલો કરીને હત્યા કરી નાખી.વિરેન્દ્રસિંહ યાદવ પોલીસની નોકરીમાં પણ સરખી નોકરી કરતો ન હતો તેવી માહિતી પોલીસના સૂત્રો તરફથી મળી છે.













