- આર્કિટેક્ચરના વિદ્યાર્થીએ બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી
- શિવ મિસ્ત્રી નામના વિદ્યાર્થીએ કર્યું સ્યુસાઇડ
- અલગ અલગ સ્યુસાઈડ નોટ મળી
અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીની આર્કિટેક ફેકલ્ટીમાં છેલ્લા સેમિસ્ટરમાં અભ્યાસ કરતા શિવ મિસ્ત્રીએ ભણતરના ભારથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. મૂળ વડોદરાનો અને અમદાવાદમાં રહીને અભ્યાસ કરતા યુવકે પંચવટી પાસે આવેલા ધ્રુવીન એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી કૂદકો મારી મોતને વહાલું કર્યું છે. આ અંગે યુનિવર્સિટી પોલીસને માહિતી મળતા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં યુવકે અલગ અલગ સુસાઇડ નોટ લખી હોવાનું પણ સામે આવ્યું છે.
ધ્રુવીન એપાર્ટમેન્ટના 12 નંબરના મકાનમાં રહેતા શિવ મિસ્ત્રીની ઘરની તપાસ કરતા પોલીસને અલગ અલગ સુસાઇડ નોટ મળી હતી. જેમાં માતા-પિતા, મિત્ર અને પોતાની મહિલા મિત્રને પણ એક સુસાઇડ નોટ લખી હોવાનું સામે આવ્યું છે. આ સુસાઇડ નોટ કબજે કરી એફએસએલ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.













