બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના દેવળીયા ગામ પાસે હાઇવે રોડ ઉપર આઇસર ટ્રક ચાલકે મોટરસાયકલ ચાલકને ટક્કર મારતા મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજયુ હતુ.


જ્યારે આઇસર ટ્રક ચાલક અકસ્માત સર્જીને ટ્રક મૂકીને ફ્રાર થઈ ગયો હતો.મૃતક રાણપુર તાલુકાના અણીયાળી કાઠી ગામના બીજલભાઇ નાનજીભાઈ પરાલીયા(ઉંમર વર્ષ 45) હોવાનું સામે આવ્યું હતું સમગ્ર અકસ્માતની ઘટનાને લઈને મૃતકની ડેડબોડી પી.એમ.માટે સરકારી હોસ્પિટલ રાણપુર ખાતે ખસેડવામાં આવેલ અને પોલીસે વધુ તપાસ ધરી છે.


  • Follow us on: