બોટાદમાં ખનીજ ચોરો બેફામ બન્યા છે અને ખનીજ વિભાગના અધિકારીઓ ઉપર હુમલાનો પ્રયાસ કર્યો છે. ગઢડાના કેરાળા ગામ નજીક શસ્ત્ર ધરા ખોડિયાર મંદિર પાસે ઘેલો નદીમાં આ બનાવ બન્યો છે. ખનીજ વિભાગના અધિકારીઓને બાતમી મળી હતી, તેના આધારે કેરાળા ગામ નજીક ઘેલો નદીમાં રેડ કરી હતી અને રેડ દરમિયાન રેતીની ચોરી કરનારા લોકોએ દાદાગીરી હતી અને અધિકારીઓ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો.


[[$googlead]]

હરદિપભાઈ ખાચર અને અન્ય બે સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

જણાવી દઈએ કે ખનીજ વિભાગ દ્વારા રેડ દરમ્યાન રેતી ચોરી કરતા શખ્સોએ પોતાની બ્લેક કલરની ફોર વ્હીલર કાર રસ્તા વચ્ચે મુકી હતી. રેતી ચોરી કરતા શખ્સે ખનીજ વિભાગની ગાડી રોકી અને તમામ અધિકારીઓને બિભત્સ ગાળો બોલી હુમલાનો પ્રયાસ કર્યો હતો. જો કે ત્યારબાદ રેતી ચોરીમાં ઉપયોગ કરતા વાહનો લોડર અને બે ટ્રેક્ટર ભગાડીને શખ્સ પોતાની કાર લઈને ફરાર થઈ ગયા હતા. હાલમાં ખનીજ વિભાગના અધિકારીઓએ રેતી ચાળવાના બે ચારણાં કબ્જે કરીને સમગ્ર મુદ્દામાલ ગઢડા પોલીસમાં જમા કરાવ્યો છે. ખનીજ વિભાગના સુપરવાઈઝર અનવરભાઈ લાખાએ હરદિપભાઈ ખાચર અને બે અજાણ્યા શખ્સો સામે ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

[[$alsoread]]

ભરૂચમાં ખનીજ માફિયા બેફામ બન્યા

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા એક તરફ ભુમાફિયાઓ પર પર તવાઈ બોલાવવામાં આવી રહી છે તો બીજી તરફ ખનીજ માફિયાઓ જાણે બેફામ બન્યા હોય તેમ ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર મુલદ ટોલ પ્લાઝા પર બેરિયર તોડી ટ્રક ચાલકો નાસી જવાના છેલ્લા 1 મહિનામાં 4 બનાવ સામે આવ્યા હતા. જે ઘટનાને લઈને ટોલ ટેક્સ ખાતે પબ્લિક રિલેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા મહંમદ યાકુબ પઠાણે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસ એકશનમાં આવી હતી. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર વી.યુ.ગડરીયાના માર્ગદર્શન હેઠળ ચાર ટ્રકના ચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

  • Follow us on: