જિલ્લા શિક્ષણાધિકારી,બોટાદ દ્વારા જણાવવામાં આવે છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી ફેબ્રુ/માર્ચ-૨૦૨૫મા ધોરણ-૧૦ (એસ.એસ.સી.) અને ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)ના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાનાર છે. તેવા સમયે પરીક્ષામાં બેસતા વિદ્યાર્થીઓ માનસીક તણાવ અને મુંઝવણ અનુભવતા હોય છે. જે સંદર્ભે જિલ્લા કક્ષાએ હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવે છે જેની માહિતી આ મુજબ છે. જેની આચાર્યો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ નોંધ લેવી.


આ સમયે કરી શકાશે ફોન
ડૉ. એમ.કે.પટેલ, (મદદનીશ શિક્ષક), ફોન કરવાનો સમય સવારના ૧૧:૦૦ થી બપોરના ૦૪:૦૦ કલાક સુધી, મોબાઈલ નંબર ૯૯૭૮૦૬૮૦૬૯, શ્રી વી.ડી.ચાવડા (મદદનીશ શિક્ષક) ફોન કરવાનો સમય સવારે ૦૮:૦૦ થી બપોરના ૧૧:૦૦ કલાક સુધી મોબાઈલ નંબર ૯૯૯૮૦૯૧૯૧૦, શ્રી સી.એન.પરમાર (મદદનીશ શિક્ષણ નિરીક્ષક, બોટાદ) ફોન કરવાનો સમય સવારે: ૧૧:૦૦ થી સાંજના ૦૫:૦૦ કલાક સુધી ૯૯૯૮૬૫૨૩૫૬, શ્રી એ.એમ.મેકવાન ફોન કરવાનો સમય સવારના ૧૧:૦૦થી બપોરના ૦૪:૦૦ કલાક સુધી ૭૯૯૦૫૯૪૦૨૮, શ્રી આઈ.ડી.ઝાપડીયા (ઝોનલ અધિકારી ધોરણ-૧૦), બોટાદ જિલ્લો ફોન કરવાનો સમય બપોરના ૧૨:૦૦ કલાક થી બપોરના ૦૩:૦૦ કલાક સુધી મોબાઈલ નંબર ૯૯૦૪૭૪૨૦૩૧ એસ.એસ.ચૌધરી (ઝોનલ અધિકારી ધોરણ-૧૨), બોટાદ જિલ્લો ફોન કરવાનો સમય સવારના ૧૧:૦૦ થી બપોરના ૦૪:૦૦ કલાક સુધી મોબાઈલ નંબર ૭૯૯૦૬૭૩૫૯૭.વિદ્યાર્થીઓ અને વાલીઓને પરીક્ષાને લગતા કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો ઉપરોક્ત નંબર પર સંપર્ક સાધવા જિલ્લા શિક્ષણાધિકારી, બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.

  • Follow us on: