રાણપુરના સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે રામાભાઈ વઝેકણભાઈ ગાગડીયાની તબિયત બગડતાં ગત તા. 24મી ઓગસ્ટે રાત્રે 12:30 વાગ્યાના સુમારે ખસેડવામાં આવ્યા હતા.


ત્યારે વધારે તબિયત બગડતાં રામાભાઈને ઓક્સિજનની જરૂર પડતા આરોગ્ય કેન્દ્રમાં હાજર ડોક્ટર કહ્યું કે હોસ્પિટલમાં ઓક્સિજન પણ નથી અને એમ્બ્યુલન્સ પણ ખરાબ છે. જેથી કરીને રામજીભાઈ વઝેકણભાઈ ગાગડીયા પુત્ર જેરામભાઈ જણાવ્યું કે પછી અમે મારા પિતાને બોટાદ લઈ જતા રસ્તામાં જ એક્સપાયર્ડ થઈ ગયા હતા. જો મારા પિતાને ટાઈમસર રાણપુર સરકારી હોસ્પિટલમાંથી ઓક્સિજન અને એમ્બ્યુલન્સ વાનની સુવિધા મળી ગઈ હોત તો તેમનો જીવ બચાવી શકાયો હતો. ત્યારબાદ તેમણે રાણપુર આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરતા ઓક્સિજન પણ હતું. તેમ છતાં પણ ડોક્ટર દ્વારા નનૈયો ભણવામાં આવ્યો હતો. આ રીતે ડોક્ટરની બેદરકારીના કારણે તેમના પિતાનો જીવ ગયો છે અને આવો બનાવ બીજીવાર ન બને તે માટે તેમણે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખ્યો છે તેમજ બોટાદ જિલ્લાના આરોગ્યના સમિતિના ચેરમેને પણ આરોગ્ય મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. રાણપુર તાલુકાના 36 ગામડા ધરાવતો તાલુકો છે. તેમ છતાં પણ રાણપુર ખાતે આરોગ્ય સુવિધાના નામે મીંડું છે. રાણપુર આરોગ્ય કેન્દ્રમાં એક્સ-રે મશીન છે છતાં પણ લોકોને બોટાદ તેમજ ધંધૂકા અને સુરેન્દ્રનગરના ધક્કા ખાવા પડે છે.


  • Follow us on: