બરવાળા તાલુકાના રામપરા ગામે એક જ સમાજનાં બે જૂથ વચ્ચે વાહન મુકવા બાબતની અદાવતમાં ડખ્ખો થતા એક મહિલા સહીત ત્રણ શખ્સ દ્વારા છરી તેમજ લાકડી સાથે હુમલો કરતા એકને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવ અંગે ત્રણ વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.


બરવાળા તાલુકાના રામપરા ગામે તા.26/05/2025 નાં રોજ રાત્રીના 10:30 વાગ્યાના અરસામાં અગાઉ વાહન મુકવા બાબતે થયેલ ઝઘડા બાબતેનું મનદુઃખ રાખી એક જ પરિવારનાં બે જૂથ વચ્ચે ડખ્ખો થતા મારામારી સર્જાણી હતી.જેમાં એક મહિલા સહીત ત્રણ શખ્સો દ્વારા છરી તેમજ લાકડી વડે હુમલો કરતા સુરેશભાઈ નાનજીભાઈ ચાવડા રહે.રામપરાને લોહિયાળ ગંભીર ઇજાઓ પહોચતા ઈજાગ્રસ્તને સારવાર અર્થે બોટાદની શબીહા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં ઈજાગ્રસ્ત સુરેશભાઈ નાનજીભાઈ ચાવડા દ્વારા (1) સવિતાબેન ઈશ્વરભાઈ ચાવડા (2) જયેશ ઈશ્વરભાઈ ચાવડા (3) સંજય ઈશ્વરભાઈ ચાવડા વિરુધ્ધ બરવાળા પોલીસ મથકમાં તા.27/05/2025 નાં રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જે અન્વયે બરવાળા પોલીસ દ્વારા આરોપીઓ વિરુધ્ધ બી.એન.એસ.એસ.એક્ટની કલમ 173 મુજબ ફરિયાદ મુજબ ત્રણેય શખ્સોની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.બરવાળા પોલીસ દ્વારા ત્રણેય શખ્સોને કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટ દ્વારા આરોપી જયેશ ઈશ્વરભાઈ ચાવડા તેમજ સંજય ઈશ્વરભાઈ ચાવડાને બોટાદ સબ જેલ ખાતે મોકલી આપેલ છે. આ બનાવ અંગે બરવાળા પોલીસે ફરિયાદ મુજબ આરોપીઓને ઝડપી લઇઆગળની તપાસ શક્તિસિંહ ગોહિલ (એ.એસ.આઈ.) ચલાવી રહ્યા છે.


  • Follow us on: