• પ્રસાદીમાં લાડુ,સરયુ નદીનું જળ,રક્ષાપોટલી,અક્ષત,સોપારી અપાશે
  • પ્રસાદીના હજારો બોક્સ તૈયાર કરવામાં આવ્યા
  • મહિલાઓ દ્વારા તૈયાર થયા પ્રસાદીના બોક્સ
અયોધ્યામાં રામલલાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. જેમાં અમદાવાદ પણ સહભાગી બન્યું છે. મંદિરના ધ્વજદંડ, વિશાળ નગારું અને અજય બાણ પણ અમદાવાદમાં જ બન્યું છે. ત્યારે અયોધ્યામાં ભાવિ ભક્તોને આપવા આવનાર પ્રસાદ પણ અમદાવાદમાં તૈયાર થઈ રહ્યો છે.


આ માટે અયોધ્યાની પવિત્ર સરીયું નદીનું જળ, અક્ષત, સોપારી, રક્ષા પોટલી અને લાડુનો પ્રસાદનું વિશેષ બોક્સ બનાવવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં હજારો પ્રસાદીના બોક્સ તૈયાર થઈ રહ્યા છે. અમદાવાદના કમલ રાવલને પ્રસાદીની જવાબદારી સોંપાઈ છે જેથી તેમના દ્વારા મહિલાઓની મદદ થી આ પ્રસાદી તૈયાર કરાવવામાં આવી રહી છે.

આ ગુજરાત માટે મોટો મોકો છે. કારણકે મુખ્ય પ્રસાદની જવાબદારી પણ આપણાં ફાળે આવી છે. એટલું જ નહીં, પ્રસાદનાં પેકેટ અંગે કમલ રાવલે જણાવ્યું કે ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે આપણે 20000 પેકેટ અહીંથી તૈયાર કરીને અયોધ્યા મોકલવાનાં છે. જેની તૈયારીઓ હાલમાં શરૂ થઈ છે. સરખેજમાં મહિલાઓ તૈયાર આ પ્રસાદના પેકેટ તૈયાર કરી રહી છે.પ્રતિષ્ઠા મહોત્સવના પેકેટમાં લાડુનો પ્રસાદ પણ મૂકાશે.

  • Follow us on: