• ગુજરાતના નામોની ચર્ચા વખતે રહી શકે છે હાજર
  • ગુજરાતની કેટલીક બેઠકના ઉમેદવાર જાહેર થઇ શકે છે
  • ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઇ શકે છે

દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની મહત્વની બેઠક મળી રહી છે. જેમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોને લઇ મંથન શરૂ થયું છે. આ માટે CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થયા છે. જેમની સાથે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ફરી દિલ્હી જઇ રહ્યા છે. સંભવત: આજે મોડી રાત સુધીમા લોકસભા ચૂંટણી માટે ભાજપ ઉમેદવારો જાહેરાત થઈ શકે છે.

આ માટે ગુજરાતના મુખ્યમંત્રીથી લઈ ભાજપના પદ્દાધિકારીઓ દિલ્હી પહોંચ્યા છે. આ તમામ અધિકારીઓ ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાગ લઈ શકે છે. આ દરમિયાન ગુજરાતના નામોની ચર્ચા વખતે હાજર રહી શકે છે. જેમાં ગુજરાતની કેટલીક બેઠકના ઉમેદવાર જાહેર થઇ શકે છે.

[[$googlead]]

80 ટકા ઉમેદવારો રિપીટ ન થાય

[[$alsoread]]

જ્યારે ઉમેદવારો અંગે અમિત શાહથી લઈ સી આર પાટીલ, મનસુખ માંડવિયા, પુરષોત્તમ રૂપાલા જેવા નેતાઓના નામ લગભગ ગુજરાતથી નક્કી માનવામાં આવી રહ્યા છે. જ્યારે અન્ય 80 ટકા જેટલા સાંસદોને રિપિટ ન કરવામાં આવે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે. જેના સાથે જ નવા સાંસદોની સાથે મહિલાઓની પ્રતિનિધિત્વ વધારવા અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે.

100 - 120 ઉમેદવારોના નામ જાહેર થઇ શકે

આજે દિલ્હી ખાતે વડાપ્રધાન મોદી અને અમિત શાહની હાજરીમાં રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી રહી છે. આ બેઠકમાં 8 રાજ્યોના ઉમેદવારોના નામ પર મંથન થઈ શકે છે. જેના સાથે જ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઇ શકે છે. આશરે 100 - 120 ઉમેદવારોના નામ જાહેર થઇ શકે છે.

લોકસભાની ચૂંટણી માટેના ધમધમાટ શરૂ થયો છે. આ માટે હવે ઉમેદવારોની પસંદગી શરૂ કરવામાં આવી છે. જેમાં રાજ્ય સ્તરે સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે દિલ્હી ખાતે 8 રાજ્યોના ઉમેદવારોના નામ પર ચર્ચા શરૂ થઈ છે. આ માટે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે. જેની સાથે જ ગુજરાતની કેટલીક બેઠકના ઉમેદવાર જાહેર થઇ શકે છે. 

  • Follow us on: