અમદાવાદ શહેરના આસપાસના વિસ્તારોમાં ફરી એકવાર હિંસક વન્યજીવની હાજરીથી સ્થાનિક રહીશોમાં ભારે ભય અને ફફડાટનો વાતાવરણ સર્જાયો છે. અમદાવાદ નજીક આવેલા મુમતપુર વિસ્તારમાં ફરી એકવાર દીપડાએ દેખા દેતાં ચકચાર મચી ગઈ છે. અગાઉ પણ ઘુમા વિસ્તારની આસપાસ દીપડાની ચહલપહલ નોંધાઈ ચૂકી છે, ત્યારે હવે ફરીથી દીપડાની સક્રિયતા જોવા મળતાં સ્થાનિક લોકોમાં પોતાની સુરક્ષાને લઈને ભારે ચિંતા વ્યાપી ગઈ છે.

મુમતપુર પંથકના સીમ વિસ્તારમાં દીપડો નજરે પડ્યો

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, મુમતપુર પંથકના સીમ વિસ્તારમાં દીપડો નજરે પડ્યો હતો, જેના આધારે વન વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. વન વિભાગના અધિકારીઓ અને ટ્રેકર્સ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસ દરમિયાન વિસ્તારમાંથી દીપડાના પગના નિશાન મળી આવ્યા છે, જેનાથી દીપડાની હાજરીની સત્તાવાર પુષ્ટિ થઈ છે.

https://twitter.com/sandeshnews/status/2082317983431680191  



તાત્કાલિક ધોરણે પાંજરું મૂકીને તેને પકડવાની તજવીજ 


દીપડાની હાજરી સુનિશ્ચિત થતાં જ વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પાંજરું મૂકીને તેને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પાંજરામાં આકર્ષક ટોપ મૂકીને દીપડાને પૂરી દેવા માટેની વ્યુહરચના ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત, વન વિભાગની ટીમો દ્વારા વિસ્તારમાં રાત-દિવસનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. કોઈ અપ્રિય બનાવ ન બને તે માટે વન વિભાગે સ્થાનિક નાગરિકો અને ખેડૂતોને સીમ વિસ્તારમાં એકલા ન જવાની તેમજ રાત્રિના સમયે સાવચેતી રાખવાની ખાસ અપીલ કરી છે. 


 વન વિભાગ દ્વારા મહત્વની સ્પષ્ટતા


મુમતપુરા વિસ્તારમાં દીપડાની હાજરી અંગે ફેલાયેલી અફવાઓ વચ્ચે વન વિભાગ દ્વારા મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. સ્થાનિક સ્તરે દીપડો જોવામાં આવ્યો હોવાની વાતો વહેતી થયા બાદ વન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચીને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સ્થળ પરથી મળી આવેલા પગના નિશાન (પગ માર્ક)ની ચકાસણી કરતા તે દીપડાના નહીં પરંતુ શ્વાનના હોવાનું સ્પષ્ટ તારણ નીકળ્યું છે. આમ, વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે મુમતપુરા વિસ્તારમાં દીપડાના કોઈ એંધાણ કે પગ માર્ક મળ્યા નથી, જેથી સ્થાનિક રહીશોએ ભયભીત થવાની કે અફવાઓ પર ધ્યાન આપવાની જરૂર નથી.


આ પણ વાંચો    :   Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?