કચ્છના ભુજ-ખાવડા હાઈવે પર ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 5થી વધુ લોકોનાં મોત થયાની આશંકા છે. મૃતકોમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થતો હોવાની પ્રાથમિક માહિતી છે. કારમાં એક જ પરિવારના સભ્યો સવાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરી મચી હતી. જોકે, મૃતકોનો સત્તાવાર આંકડો પોલીસ તપાસ બાદ જાહેર થશે.
