મોરબીમાં જમીન કૌભાંડમાં CID ક્રાઇમે કાર્યવાહી કરી છે. ખોટા વારસદાર ઉભા કરીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. ખોટા ડોક્યુમેન્ટના આધારે કરોડોની જમીન પડાવી લીધી છે. સમગ્ર કેસમાં સીઆઈડી ક્રાઈમે આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં બે આરોપીઓને કોર્ટમા ંરજૂ કરતા તેમના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.


સમગ્ર કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી
મોરબીમાં વિવાદિત સર્વે નંબર 602માં જમીન કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી હતી. આરોપીઓએ ખોટા ડોકયુમેન્ટ ઉભા કરીને કરોડોની જમીન પડાવી લીધી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ જમીનમાં ખોટા વારસદારો ઉભા કરીને જમીન પડાવી લેવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. આ કેસમાં ફરિયાદ થયા બાદ સમગ્ર કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી છે.

વધુ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા
સીઆઈડી ક્રાઈમે સમગ્ર કેસની તપાસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓને ડીવી પોલીસ સ્ટેશન લવાયા છે. હજુ પણ આ કેસમાં વધુ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સુત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, સીઆઈડીની તપાસ દરમિયાન બે લોકોની ધરપકડ થતાં કેટલાક લોકો ભૂગર્ભમાં ઉતરી ગયાં છે.

  • Follow us on: