ગુજરાત સરકારે રાજ્યમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને મોટી જાહેરાત કરી છે. રાજ્યના ખેડૂતોને વીજ પોલને લઈને થઈ રહેલી હાલાકી અને તેમની માગણીને લઈને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા 16 દિવસથી મોરબીના જેતપુરમાં વીજ પોલને લઈને ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. આ સમગ્ર મામલે રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી છે. રાજ્ય સરકારે વીજ પોલ અને વળતર માટે મોટો નિર્ણય કર્યો છે. જે ખેતરમાંથી વીજ લાઈન જતી હોય તેમાં સહાય માં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી લાઈન કે વીજ પોલ માટે જંત્રીની બમણી રકમ અપાતી હતી. જંત્રી આધારિત નહિ પરંતુ જમીનના વર્તમાન ભાવ કરતાં બમણો ભાવ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પાયાના વધારાના 1 મીટર ગણતરીમાં લેવાશે
મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, અગાઉ જમીન માલિકોને 40-40-20ના રેશિયોમાં રકમ આપતા હતા તેના બદલે અગાઉથી તમામ રકમ અપાશે. હવેથી ખેડૂતોને મદદરૂપ થવા પાયાના વધારાના 1 મીટર ગણતરીમાં લેવાશે. બજાર કિંમત એટલે એમઆરસી મુજબ રચના થાય અને કિંમત નક્કી થાય એટલે એમઆરસીની રચના થશે જેમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ, બંને પક્ષના વેલ્યુઅર, કલેક્ટરને સ્થાન અપાશે. ગ્રામ્ય વિસ્તારની બજાર કિંમત 30 ટકા, નગરપાલિકામાં 45 ટકા, મનપામાં 60 ટકા વળતરનો નિર્ણય છે.
ખેડૂતોને એક જ હપ્તામાં તમામ વળતરની રકમ ચૂકવાશે
મંત્રી જીતુ વાઘાણીએ ઉમેર્યું હતું કે, દાખલા તરીકે મોરબીના જેતપરમાં ડીએલવીસીના ભાવ પ્રમાણે ટાવર બેઝ એરિયામાં 979 ભાવ હોય અને તેના 625 ચો.મી. લેખે હવે 729 ભાવ મળશે. ખેડૂતોને એક જ હપ્તામાં તમામ વળતરની રકમ ચૂકવાશે. પહેલા વળતર ચૂકવાશે પછી જ ખેતરમાં વીજપોલ લાગશે. એમઆરસી કમિટી જમીનનો ભાવ નક્કી કરશે. રાજ્ય સરકાર માટે ખેડૂતોનું હિત સર્વોપરી રહ્યું છે. સુરેન્દ્રનગરના કોંઢ ગામના ખેડૂતો માટે પણ નિર્ણય કરાયો છે. ખેડૂતોની જમીનના સંપાદન કરતાં હવે વઘુ ભાવ વળતર મળશે. તેમણે એવું પણ સમજાવ્યું હતું કે, જમીનના બજાર ભાવ એટલે કયો ભાવ? જો ખેતી લાયક જમીન હોય તો તે જમીનનો ભાવ ગણાશે. અહીં વાસ્તવિક બજાર મૂલ્ય નક્કી કરવાની વાત છે.
માર્કેટ રેટ કમિટી (એમઆરસી) ભાવ નક્કી નહિ કરી શકે તો શું ?
એમઆરસી કલેક્ટરની અધ્યક્ષતામાં બનશે. ભારત સરકારના ૩ રજિસ્ટર્ડ વેલ્યુઅર હશે. ભાવ સામસામે બેસીને નક્કી થશે એટલે અપીલની શક્યતા નહિ રહે. જો વળતર અપૂરતું લાગે તો કોર્ટ કે સિવિલ કોર્ટમાં અપીલ થઈ શકશે. પણ સરકારે જે ભાવ નક્કી કર્યા છે તેમાં પૂરતો સંતોષ થશે.ભારત સરકારની સુચના - ગાઈડ લાઈન અને અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી સારો નિર્ણય લીધો છે. એક ખેડૂતના હિતમાં આ નિર્ણય લીધો છે.અગાઉ જે લોકોના વિવાદ ચાલે છે તેનું શું ? સરકાર વિચારણાં કરીને વિગતવાર ગાઈડ લાઈન નક્કી કરીને ઠરાવમાં જાણ કરાશે
