ગુજરાતમાં શિક્ષકોની ભરતી મુદ્દે સરકાર સામે આંદોલનો ચાલી રહ્યાં છે. ત્યારે શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા અંગે સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધો.1થી 12માં શિક્ષકોની ઘટ નિવારવા માટે વચગાળાની વ્યવસ્થા રૂપે 62 વર્ષથી વધુ ઉંમર ના હોય તેવા નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે.


નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે

એક તરફ કચ્છ સહિતના જિલ્લાઓમાં શિક્ષકોની ઘટને લઈને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. ત્યારે સરકાર શિક્ષકોની ભરતી મુદ્દે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવા જઈ રહી છે. ગુજરાતની સરકારી પ્રાથમિક તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જરૂરી ભરતી થયા બાદ ખાલી રહેલી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે.

કેટલીક શરતો અને પ્રક્રિયાને આધિન કામગીરી સોંપવાની રહેશે

નિવૃત્ત શિક્ષકોને કેટલીક શરતો અને પ્રક્રિયાને આધિન કામગીરી સોંપવાની રહેશે.નિવૃત્તી બાદ ભરતી કરાતા શિક્ષકોની મહત્તમ વય મર્યાદા 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ.શૈક્ષણિક વર્ષના અંતે આવા નિવૃત્ત શિક્ષકોને છુટા કરવાના રહેશે.આ કામગીરી માટે નિવૃત્ત માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શિક્ષકને જ્ઞાન સહાયકને ચૂકવાતુ માનદ વેતન જ ચૂકવાશે. તે સિવાય અન્ય કોઈ વધારાના નાણાકીય કે સેવાકીય લાભ મળવાપાત્ર થશે નહીં.


  • Follow us on: