ગુજરાતી નાટ્ય જગતના ભિષ્મ પિતામહ સમાન અને દિગ્ગજ કલાકાર રાજુ બારોટનું હૃદય રોગના હુમલાને કારણે નિધન થયું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા ગુજરાતી કલાકારો, સાહિત્યકારો અને ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

રાજુ બારોટનું ઉત્તરાખંડમાં નિધન 

મળતી માહિતી મુજબ, રાજુ બારોટ ઉત્તરાખંડના પ્રવાસે હતા. ત્યાં અચાનક તેમને હૃદયરોગનો હુમલો (Heart Attack) આવતા તેમનું નિધન થયું હતું. પ્રકૃતિ અને કલાના ચાહક એવા રાજુ બારોટના આકસ્મિક વિદાયથી સૌ કોઈ સ્તબ્ધ છે.

રંગભૂમિમાં અમૂલ્ય પ્રદાન

રાજુ બારોટ માત્ર એક અભિનેતા જ નહીં, પરંતુ એક કુશળ દિગ્દર્શક અને નાટ્ય ગુરુ પણ હતા. તેમણે અનેક દાયકાઓ સુધી ગુજરાતી રંગભૂમિને જીવંત રાખવામાં પાયાનું યોગદાન આપ્યું હતું.તેમની કલાની કદર રૂપે તેમને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ અમદાવાદની જાણીતી નાટ્ય સંસ્થા 'અમદાવાદ થિયેટર ગ્રુપ' (ATG) સાથે સંકળાયેલા હતા અને અનેક યુવા કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.