આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ પત્રકાર પરિષદ યોજી પક્ષના જ નેતાઓ સામે ગંભીર આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે..

 જે મોટો થવાનો પ્રયાસ કરશે તેને મારી જેમ પતાવી દેવાશે


તેમણે ગંભીર નિવેદન આપ્યું કે જે મોટો થવાનો પ્રયાસ કરશે તેને મારી જેમ પતાવી દેવાશે


પાર્ટીમાં ન હોત તો 307 જેવી કલમ લાગત નહીં


રાજુ કરપડાએ જણાવ્યું કે તેઓ AAPમાં ખેડૂતના પ્રશ્નો ઉઠાવવા માટે જોડાયા હતા અને 5 વર્ષના સંઘર્ષ પછી ખેડૂતો માટે કડાકા પ્રથા નાબૂદ કરવામાં સફળ રહ્યા. પાર્ટીમાં ન હોત તો 307 જેવી કલમ લાગત નહીં તેમ તેમણે જણાવ્યું.

જે મોઢે પાન ચાવ્યા તે મોઢે કોલસો નથી ચાવવો


તેમણે AAPની અંદરની કેટલીક રમતોનો પર્દાફાશ કર્યો હતો અને કહ્યું હતું કે જે મોઢે પાન ચાવ્યા તે મોઢે કોલસો નથી ચાવવો, ગોપાલ ઇટાલિયાને જીતાડવા રાત-દિવસ એક કર્યા, જ્યારે હું અને ખેડૂતો જેલમાં ગયા ત્યારે કોઈએ સહયોગ ન આપ્યો. ભાવનગરના કેસમાં મને ફસાવવા 3-4 લોકોએ રસ લીધો હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો.

હવે તેઓ બિનરાજકીય કામ કરશે

રાજુ કરપડાએ સ્પષ્ટ કર્યું કે હવે તેઓ બિનરાજકીય કામ કરશે અને ખેડૂતનો અવાજ ઉઠાવનારી પાર્ટીને સાથે આપશે. તેમણે કહ્યું કે હું એક પણ કેસથી ડર્યો નથી, ક્યારેય કોઈથી ડરવાનો નથી