બનાસકાંઠાના ડીસા તાલુકાના જાબડીયામાં યોજાયેલી ઠાકોર સમાજની બેઠકમાં સમાજના બંધારણનું ઉલ્લંઘન કરવા બદલ સિંગર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને 1 વર્ષ માટે સમાજની બહાર મુકવાનો નિર્ણય કરાયો છે.
બનાસકાંઠામાં ઠાકોર સમાજના નવા બંધારણનું ઉલ્લંઘન
આજે મોટી સંખ્યામાં સમાજના લોકો જાબડીયા ગામે પહોંચ્યા હતા. આ સભામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર પણ બેઠકમાં હાજર હતા.
ડીજે સાથે વરઘોડો કાઢી તેમણે સમાજના નવા બંધારણનું ઉલ્લંઘન કર્યું.
બંને કલાકારો ઉપર આરોપ છે કે ડીજે સાથે વરઘોડો કાઢી તેમણે સમાજના નવા બંધારણનું ઉલ્લંઘન કર્યું છે અને આ મામલે ભારે વિવાદ થયા બાદ સમાજના આગેવાનોએ આ બેઠકમાં નિર્ણય કર્યો હતો.
ઠાકોર સમાજના બંધારણના ભંગ મુદ્દે મોટો નિર્ણય
બંધારણ ભંગ કરનારને સમાજ બહાર કરાયા છે જેમાં સકલાકાર ગબ્બર ઠાકોર, અર્જૂન ઠાકોરને સમાજ બહાર કરાયા છે તો લહેરાજી રતનજી ઠાકોરને પણ સમાજ બહાર કરાયા છે. ત્રણેય પરિવારોને એક વર્ષ માટે સમાજ બહાર કરાયા છે
આ પણ વાંચો---- Banaskantha : ઠાકોર સમાજના નવા બંધારણનું ઉલ્લંઘન, ગબ્બર ઠાકોરે કહ્યું, અમે કોઇ ગુનો નથી કર્યો કે બંધારણ પણ નથી તોડ્યું...
