ગુજરાત રાજ્યમાં વહીવટી સ્તરે મોટો ફેરફાર કરતા 26 IAS અધિકારીઓની બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આ બદલીમાં મુખ્યમંત્રી કાર્યાલય સહિત વિવિધ મહત્વના વિભાગોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
સંજીવ કુમારને મુખ્યમંત્રી કાર્યાલયમાં મૂકાયા
મળતી માહિતી મુજબ સંજીવ કુમારને મુખ્યમંત્રી કાર્યાલયમાં મૂકવામાં આવ્યા છે અને તેમને મુખ્યમંત્રીના અગ્ર સચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે આર.સી. મીનાને કૃષિ વિભાગના અગ્ર સચિવ તરીકે નિમણૂક આપવામાં આવી છે.
અવંતિકા સિંઘને બદલી કરીને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં મુકાયા
મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા અવંતિકા સિંઘને બદલી કરીને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)માં મૂકવામાં આવ્યા છે. ઉપરાંત અશ્વિની કુમારની ઉર્જા વિભાગના અગ્ર સચિવ પદે નિયુક્તિ કરવામાં આવી છે.
સંજીવ કુમારને ગૃહ વિભાગનો પણ હવાલો સોંપાયો
સંજીવ કુમારને ગૃહ વિભાગનો પણ હવાલો સોંપાયો છે તો વિક્રાંત પાંડેને માહિતી ખાતાના સચિવનો હવાલો સોંપાયો છે. આ સાથે અજય કુમારને ગુજરાત મેરીટાઇમ બોર્ડનો હવાલો સોંપાયો છે.
રમેશ ચંદ મીણાને પ્રિન્સિપલ સેક્રેટરી એગ્રીકલ્ચર ખાતે મુકવામાં આવ્યા
રમેશ ચંદ મીણાને પ્રિન્સિપલ સેક્રેટરી એગ્રીકલ્ચર ખાતે મુકવામાં આવ્યા છે તો અરુણ કુમાર સોલંકીને વધારાના અગ્ર સચિવ તરીકે એગ્રીકલ્ચરમાં મુકવામાં આવ્યા છે તેમને ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશનનો પણ હવાલો સોંપાયો છે.
મુકેશ કુમારને શિક્ષણ વિભાગ (ઉચ્ચ ટેક્નિકલ શિક્ષણ) માં મુકવામાં આવ્યા
તો મુકેશ કુમારને શિક્ષણ વિભાગ (ઉચ્ચ ટેક્નિકલ શિક્ષણ) માં મુકવામાં આવ્યા છે. મિલિંદ તોરવણેને શિક્ષણ વિભાગ (પ્રાથમિક અને સેકન્ડરી)માં મુકવામાં આવ્યા છે. અશ્વિની કુમારને ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગમાં મુકાયા છે. અવંતિકા સિંઘને જીએસપીસી તથા ગુજરાત ગેસનો હવાલો પણ સોંપાયો છે.
સંદીપ કુમારને નાણાં વિભાગમાં ઇકોનોમી અફેર્સમાં મુકાયા
સંદીપ કુમારને નાણાં વિભાગમાં ઇકોનોમી અફેર્સમાં મુકાયા છે તો જેનુ દેવનને નાણાં વિભાગ (ખર્ચ)માં મુકવામાં આવ્યા છે. તેમને ગુજરાત ઉર્જા વિકાસ નિગમનો પણ હવાલો સોંપાયો છે. રાજેશ મંજુને સ્ટેમ્પ્સ અને રજિસ્ટ્રેશન વિભાગનો હવાલો સોંપાયો છે.
લોચન સહેરા શ્રમ - કૌશલ્ય વિભાગના સેક્રેટરી બન્યા
ઉપરાંત લોચન સહેરા શ્રમ - કૌશલ્ય વિભાગના સેક્રેટરી બન્યા છે તો રાજકુમાર બેનિવાલ ગુજરાત નર્મદા વેલીના MD બન્યા છે અને ધનંજય દ્વિવેદી પંચાયત અને ગ્રામ વિકાસના પ્રિન્સિપાલ સેક્રેટરી બન્યા છે. હર્ષદ પટેલ સામાજીક ન્યાય વિભાગના સેક્રેટરી તથા IAS કુલદીપ આર્યા ઉદ્યોગ - ખાણ ખનીજ વિભાગના નવા સચિવ બન્યા છે.
આરતી કંવરની રાજ્ય કર કમિશનર તરીકે નિમણૂંક
રાહુલ ગુપ્તા સ્પોર્ટ્સ અને કલ્ચરલ એક્ટિવિટીના સેક્રેટરી તથા મોહંમદ સઇદ આદીવાસી વિકાસના પ્રિન્સિપલ સેક્રેટરી બન્યા છે. આરતી કંવરની રાજ્ય કર કમિશનર તરીકે નિમણૂંક કરાઇ છે.
વિનોદ રાવ વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ
વિનોદ રાવ વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ બન્યા છે તો અંજુ શર્મા સામાન્ય વહીવટ વિભાગમાં અધિક મુખ્ય સચિવ બન્યા છે. હરિત શુક્લ વહાન વ્યવહાર વિભાગના અગ્ર સચિવનો વધારાનો હવાલો સોંપાયો છે તો રાજીવ તોપનો આરોગ્ય વિભાગના અગ્ર સચિવ બન્યા છે.
હર્ષદ પટેલ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સચિવ
સંધ્યા ભૂલ્લર શહેરી આરોગ્ય કમિશનર બન્યા છે તો રાજેન્દ્ર કુમાર વાહન વ્યવહાર વિભાગના કમિશનર બન્યા છે તો કુલદીપ આર્યા ઉધ્યોગ વિભાગમાં આવતા પ્રવાસન વિભાગના સચિવ બન્યા છે અને હર્ષદ પટેલ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સચિવ બન્યા છે. ઉપરાંત રાહુલ ગુપ્તા રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના સચિવ બન્યા છે અને મોહમ્મદ શાહિદ આદિજાતિ વિભાગમાં અગ્ર સચિવ બન્યા










