ગુજરાત વિધાનસભામાં ગૃહ લાઈવ પ્રસારણ કરવાની પ્રક્રિયા માટે આજે વિધાનસભાના ગૃહમાં વિરોધ જોવા મળ્યો હતો. આપ (આમ આદમી પાર્ટી)ના ધારાસભ્યો બેનર સાથે વિરોધ માટે ઊભા થયા, જેને લઈને ગૃહમાં ઘમાસાણ મચી ગયું હતું


મિડિયા દ્વારા હાઈલાઈટ થવા માટે વિરોધ ના કરો

વિધાનસભાના અધ્યક્ષે આપના ધારાસભ્યોને સુચના આપી કે, મીડિયામાં હાઈલાઈટ થવા માટે આ પ્રકારના વિરોધ કરવાની જરૂર નથી." તેમણે એવું પણ કહ્યું કે "સસ્તી પ્રસિદ્ધિથી જનમત મેળવવું શક્ય નથી," અને કોંગ્રેસ પાસેથી શીખ લેવાનું સૂચન પણ આપ્યું.


સસ્તી પ્રસિદ્ધીથી માત્ર નુકસાન થશે


અધ્યક્ષે તેમને જણાવ્યું કે "આ પ્રકારની સસ્તી પ્રસિદ્ધીથી માત્ર નુકસાન થશે" અને તેમને કહ્યું કે "વિધાનસભાના નિયમોનું વાંચીને આવો." બાદમાં, સાર્જન્ટને પણ બેનર લઇ લેવાનો નિર્દેશ આપ્યો હતો
  • Follow us on: