ડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના હજીરા ખાતે આવેલા લાર્સન એન્ડ ટુબ્રો (L&T) ના અત્યાધુનિક આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સની મુલાકાતે પહોંચ્યા છે. આ હાઈ-પ્રોફાઈલ મુલાકાત દરમિયાન વડાપ્રધાને દેશની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરતા અને 'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત ખાસ ભારતીય સેના માટે તૈયાર કરવામાં આવેલા સ્વદેશી ઘાતક હથિયારો અને ટેન્કોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદીની આ મુલાકાતને પગલે હજીરા વિસ્તાર અને એલએન્ડટી પ્લાન્ટની આસપાસ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.


ભારતીય ટેકનોલોજીની તાકાતનો સ્વીકાર

પ્લાન્ટની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંરક્ષણ ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે સેના માટે એલએન્ડટી કંપની દ્વારા બનાવવામાં આવી રહેલી સેલ્ફ-પ્રોપેલ્ડ હોવિત્ઝર તોપો, આર્મર્ડ વ્હીકલ્સ અને અન્ય આધુનિક યુદ્ધ પ્રણાલીઓની તકનીકી વિશેષતાઓ અને તેની કાર્યક્ષમતા અંગે ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી. પીએમ મોદીએ સંરક્ષણ ક્ષેત્રમાં ભારતના આત્મનિર્ભર બનવાના રોડમેપને બિરદાવ્યો હતો અને વૈશ્વિક સ્તરે ભારતીય ટેકનોલોજીની તાકાતનો સ્વીકાર થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું.

યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા

ઉલ્લેખનીય છે કે, સુરતનું હજીરા એલએન્ડટી કેન્દ્ર ભારતીય સૈન્ય માટે આર્ટિલરી ગન (તોપો) અને ભારે યુદ્ધ વાહનોના ઉત્પાદન માટેનું મુખ્ય મથક છે. વડાપ્રધાને વિવિધ શસ્ત્રોની ઉત્પાદન પ્રક્રિયા નિહાળીને વૈજ્ઞાનિકો અને ટેકનિશિયનોની ટીમને દેશની સુરક્ષામાં આપેલા આ અદભુત યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા હતા. પીએમની આ મુલાકાતથી આગામી દિવસોમાં ભારતીય સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે નવી રોજગારી અને મોટા રોકાણોને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો----   Gujarat Latest News live : રાજકોટમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા મુદ્દે વિવાદ, પુરુષોત્તમ પીપળીયાએ પોલીસ પ્રોટેક્શન માંગ્યુ

  • Follow us on: