સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી દ્વારા આપધાતનો પ્રયાસ કરાતા ખળભળાટ મચી ગયો છે.
રિવોલ્વર વડે ગોળી મારી આપધાત કરવાનો પ્રયાસ કર્યો
મળેલી માહિતી પ્રમાણે તુષાર ઘેલાણીએ આજે સિટીલાઇટ વિસ્તારમાં પોતાના ઘરમાં રિવોલ્વર વડે ગોળી મારી આપધાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
તત્કાળ સારવાર માટે ખસેડાયા
બનાવ બાદ તેમને તત્કાળ સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. વધુ માહિતી મેળવાઇ રહી છે.
આજે બિલ્ડરની દીકરીનું કંકોત્રી લેખન હતું
આજે બિલ્ડરની દીકરીનું કંકોત્રી લેખન હોવાનું બહાર આવ્યું છે. આગામી 4-5 તારીખે દીકરીના લગ્ન લેવાના હતા અને આજે આ ઘટના બનતા શુભ પ્રસંગ પહેલા જ ઘરમાં માતમ છવાયો છે.
બિલ્ડર લોબીમાં ચર્ચાનો વિષય
આ ઘટના બનતા તુષાર ઘેલાણીના ઘરે લગ્ન મંડપ ઉતારવાની કામગીરી શરુ કરાઈ છે. તુષાર ઘેલાણી બિલ્ડર લોબીમાં ખુબજ મોટું નામ ધરાવે છે અને તેમણે કેમ આ પગલું ભર્યું તે બિલ્ડર લોબીમાં ચર્ચાનો વિષય બન્યો










