આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી દેતાં આમ આદમી પાર્ટીમાં હડકંપ મચી ગયો છે. તેઓ આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના પ્રમુખ હતા. આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે.
રાજીનામું આપવા પાછળ તેમણે વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કર્યો
સ્થાનીક સ્વરાજની ચૂંટણીને પહેલાં આમ આદમી પાર્ટી (AAP) માટે મોટો ઝટકો પડ્યો છે. પાર્ટીના કિસાન સેલ ના પ્રમુખ રહેલા રાજુ કરપડાએ પોતાનો રાજીનામું આપ્યું છે. રાજીનામું આપવા પાછળ તેમણે વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કર્યો છે અને પાર્ટીનો આભાર માની આ નિર્ણય લીધો છે.

2022માં સુરેન્દ્રનગરથી વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે.
રાજુ કરપડા 2021-22માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને 2022માં સુરેન્દ્રનગરથી વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓ અગાઉ બોટાદ AAPની સભામાં પથ્થરમારા ઘટનામાં પણ ચર્ચામાં આવ્યા હતા.
આ પણ વાંચો---- Ahmedabad :સંત વિનોબા નગરમાં બ્લોક નં.1માં ગેલેરી ધરાશાયી થતાં 20 જેટલા મકાનમાં લોકો ફસાયા, 7ને નાની મોટી ઇજા
